________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પાંપણે બાંધ્યું પાણિયારું તો શું એ ઋષિદત્તાની આગળ હું કાંઈ જ નથી?” રુકિમણી પલંગ પરથી ઊભી થઈ ગઈ અને રોષથી બોલી ઊઠી. : ‘તું? ઋષિદત્તાની આગળ તારું કોઈ અસ્તિત્વ જ નથી.”
મારું તો અસ્તિત્વ તમારી સામે જ છે, તમારી એ ઋષિદત્તાનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું! કેવી કલંકિત બની ગઈ તમારી એ પ્રિયતમા? એ રાજસભામાં આવેલી યોગિની સુલતાને તમે જોઈ હતી ને? એ યોગિનીને મેં જ મોકલી હતી!”
મિણીની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારાં રૂંવાડા ખડાં થઈ ગયાં. હું ફાટેલી આંખે એને જોઈ રહ્યો. એ બોલતી જ રહી....
“જ્યારે તમે કષિદરાને પરણીને પાછા વળી ગયા, કાવેરી ન આવ્યા, મને સમાચાર મળ્યા... મારું સુખ ઝૂંટવી લેનારી એ જંગલની જોગણને હું સુખમાં મહાલવા દઉં? મેં સુલતાને સાધી. એ મંત્ર-તંત્રમાં પારંગત જોગણા છે. કેવી રીતે ઋષિદત્તાને ફસાવવી એની રૂપરેખા મેં જ એને આપી હતી..! - રોજ રાત્રે એનું મુખ લોહીથી ખરડાતું હતું ને? એના ઓશીકે માંસના ટુકડા મળતા હતા ને? રોજ નગરમાં એક માણસની હત્યા થતી હતી ને? એ હત્યાનો આરોપ તમારી એ પ્રિયતમા પર આવ્યો ને? મારું સુખ ઝૂંટવી લેનારની આ જ દુર્દશા થાય!”
રોષથી લાલચોળ બની ગયેલી રુક્મિણી હાંફી રહી હતી. મારું માથું ફાટી રહ્યું હતું.... શરીરની નસો તંગ થઈ ગઈ હતી – લોહી ગરમાગરમ થઈ ગયું હતું.... હાથ ધ્રૂજી રહ્યા હતા... સારું હતું કે શયનખંડમાં તલવાર પડી નહોતી... નહીંતર એ જ ક્ષણે હું સ્ત્રીહત્યા કરી બેસત.
હું પલંગ પરથી ઊભો થઈ ગયો. એના બંને હાથ મારા બે હાથમાં જોરથી જકડીને મેં રાડ પાડી : “અરે દુષ્ટા.... પાપિણી.... તેં જ આવું ભયંકર કુકર્મ કરાવ્યું? એ ગુણવતી અને રૂપવતી ઋષિદત્તાનો વધ કરાવ્યો? એ મહાસતીના પ્રાણ લઈ લીધા? ખરેખર, તેં તારી જાતને તો નરકમાં નાંખી, સાથોસાથ મને પણ નરકમાં પટકી દીધો. તારો સ્વાર્થ સાધવા માટે તેં કેવું અઘોરી કૃત્ય કર્યું?'
મેં દાંત ભીંસ્યાં. એક હાથે એના બે હાથ જકડીને બીજા હાથે એના વાળ પકડીને એને હચમચાવી નાંખી.... પલંગ ઉપર પટકીને હું શયનગૃહની બહાર આવી ગયો.
For Private And Personal Use Only