________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૦૧ રાત્રિની નીરવ શાંતિ હતી. ગીતવાજિંત્રોનો ધ્વનિ શાંત થઈ ગયો. મારા આવાસમાં દીપકો મંદ મંદ સળગી રહ્યા હતા. રુકિમણી મારી પાસે પલંગ પર બેઠી હતી. પરંતુ કોણ જાણે કેમ મારા હૃદયમાં એના પ્રત્યે અનુરાગ જ જન્મતો ન હતો.
મેં જ્યારે એની સામે જોયું, એની આંખો મારા તરફ જ મંડાયેલી હતી. એના મુખ ઉપર સ્મિત રેલાયું. એ મારી નિકટ આવી અને એણે મને પ્રશ્ન કયો :
નાથ. એ તપસ્વિની –ઋષિદત્તા એવી તે કેવી રૂપવતી હતી કે જેણે આપનું હૃદય હરી લીધું હતું?
રુક્મિણીના પ્રથમ પરિચયે જ એનો આ પ્રશન સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. મારા મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. આંખો બંધ થઈ ગઈ. મારી કલ્પનાસૃષ્ટિમાં ઋષિદત્તા ઉપસ્થિત થઈ ગઈ. મારું હૃદય વિહ્વળ બની ગયું. મેં રુકિમણીને કહ્યું:
તું ઋષિદત્તાના રૂપનું વર્ણન સાંભળવા ઇચ્છે છે ને? તો સાંભળ. મેં એના જેવું રૂપ આ દુનિયામાં બીજી કોઈ સ્ત્રીનું જોયું નથી. મને લાગે છે કે સાક્ષાત્ કામદેવની પત્ની પણ ઋષિદત્તાની દાસી બનવાનું પસંદ કરે! નાગલોકની દેવીઓ પણ ઋષિદત્તાના ચરણોની રજ માથે ચઢાવવાનું પસંદ કરે!”
મેં આખો ખોલીને રુક્મિણી સામે જોયું. તો એનો ચહેરો ઊતરી ગયો હતો! એની આંખો ઝીણી થઈ ગઈ હતી.... એ પોતાના બે હાથ મસળી રહી હતી. એને કહ્યું :
મારું પરમ સૌભાગ્ય હતું કે મને એ રાજર્ષિ-કન્યા પત્ની તરીકે મળી, પરંતુ મારું એ સૌભાગ્ય દેવને ન ગમ્યું. ઋષિદત્તા સંકટમાં મુકાઈ અને મને એનો વિરહ થયો.”
શું આપને હજુ ઋષિ દત્તા યાદ આવે છે?” રુક્મિણીએ પ્રશ્ન કર્યો.
ઋષિદત્તાની સ્મૃતિ તો મારા શ્વાસે શ્વાસે વણાઈ ગઈ છે. હું એને ક્યારેય ભૂલી ન શકું. આ તો એક દૈવયોગ છે કે એનો વિરહ થયો અને તારી સાથે લગ્ન થયાં.”
તો શું આપને મારા પર પ્રેમ....”
પ્રેમ? ઋષિદરા સિવાય કોઈ સ્ત્રી પ્રત્યે મારા હૈયે પ્રેમ જાગવો અશક્ય લાગે છે....'
For Private And Personal Use Only