________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦,
પાંપણે બાંધ્યું પાણિયારું ' 'તો રાજકુમારીએ મારી સાથે જ લગ્ન કરવાની હઠ ન કરવી જોઈએ ને? એ મારી સાથે જ લગ્ન કરવાની હઠ લઈને બેઠી છે.”
રાજકુમાર, મને એ ઉચિત લાગે છે કે તમે રુક્મિણીને મળીને આ વાત સ્પષ્ટ કરો! તમારી વાત સાંભળીને પછી એ તમને પરણવાની હઠ રાખે તો વાંધો નહીં....'
“હવે એને મળીને વાત કરવાનો અવકાશ જ ક્યાં છે?' “તો પછી એના પ્રત્યે તમે નિષ્ફર ન બનતા, રાજકુમાર!”
હું ઋષિકુમાર સામે જોઈ રહ્યો. ઋષિકુમાર મારી સામે અનિમેષ નયને જોઈ રહ્યા હતા. અમે બંને મૌન થઈ ગયા. મને એ વાત ન સમજાઈ કે ઋષિકુમારના મનમાં રુક્મિણી માટે સહાનુભૂતિ કેમ છે? પરંતુ મેં મારા મનનું સમાધાન કર્યું : “ગમે તેમ તોયે એ વૈરાગી જીવ છે ને! કરુણા તો મુનિના હૈયામાં હોય જ! એ કરુણાથી પ્રેરાઈને ઋષિકુમારે આ વાતો કરી હોય.. કોઈને પણ દુ:ખ થાય, એવું ઋષિકુમાર ન જ ઇચ્છે!” મેં ઋષિકુમારને કહ્યું :
ઋષિકુમાર, તમારી વાતને માન્ય કરું છું. રુક્મિણી પ્રત્યે નિષ્ફર વ્યવહાર નહીં રાખું.”
ઋષિકુમારના મુખ પર સંતોષની રેખાઓ ઊપસી આવી. મને પણ સંતોષ થયો અને વાતો કરતાં કરતાં અમે નિદ્રાધીન થઈ ગયા.
કાવેરીના એકેએક રાજમાર્ગને શણગારવામાં આવ્યો હતો. ઘેર ઘેર તોરણ બંધાયાં હતાં. માર્ગો પર સુગંધી જળ છાંટવામાં આવ્યું હતું. કાવેરીના પ્રજાજનોનો હર્ષ હિલોળે ચઢ્યો હતો. ઠેર ઠેર મંગલગીતો ગવાઈ રહ્યાં હતાં. રાજમહાલયનો શણગાર ચિત્તાકર્ષક હતો. રાજપરિવાર આનંદ-ઉલ્લાસમાં ઝૂમી રહ્યો હતો.
રાજપુરોહિતે મંત્રોચ્ચાર કર્યા અને મેં રુક્મિણીનું પાણિગ્રહણ કર્યું. રુમિણી સાથે હું લગ્નગ્રંથિથી જોડાઈ ગયો. રથમાં બેસીને અમે અમારા શ્વેત મહેલમાં આવ્યાં.
મેં મહેલમાં આવીને ઋષિકુમારને શોધ્યા, પરંતુ તે ન મળ્યા. પરિચારિકાઓએ કહ્યું : “તેઓ બહાર ગયા છે અને એમ કહીને ગયા છે કે હું કાલે સવારે પાછો આવીશ.”
ઋષિકુમારના ઔચિત્યપાલન અને વ્યવહારદક્ષતા પર હું રાજી થયો. સાથે જ તેમના અલ્પકાલીન વિરહથી વ્યથિત પણ થયો.
For Private And Personal Use Only