________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાંપણે બાંધ્યું પાણિયારું
‘કુમાર, તમે રુક્મિણીને જોઈ છે ખરી?'
‘ના....’ મને ઋષિકુમારનો પ્રશ્ન સમજાયો નહીં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
તો શું જોયા વિના જ એની સાથે લગ્ન કરશો? તમે ખરેખરા પિતૃભક્ત છો! લગ્ન કર્યા પછી પસંદ નહીં પડે તો શું કરશો?'
ઋષિકુમાર હસી પડ્યા. હસવાનું રોકી કૃત્રિમ ગંભીરતા ધારણા કરી મેં
કહ્યું:
‘શું તમને કોઈ રહસ્યભૂત સમાચાર મળ્યા છે? રુક્મિણીને કોઈ ખોડખાંપણ તો નથી ને? એવું કંઈ જાણવા મળ્યું હોય તો કહી દેજો! તો રાત્રે જ અહીંથી રવાના થઈ જઈએ!’
‘એવા કોઈ સમાચાર નથી મળ્યા, પરંતુ આવા મહત્ત્વપૂર્ણ કામમાં ચોકસાઈ તો પૂરી કરી લેવી જોઈએ ને? લૂલી-લંગડી તો નહીં હોય, પરંતુ કદાચ શ્યામ હશે તો ગમશે ને?' હજુ ઋષિકુમાર હસતાં હસતાં જ વાત કરતા હતા. આજે તેઓના મુખ પર ખૂબ આનંદ છવાયેલો હતો. મેં તેમને કહ્યું :
‘ઋષિકુમાર, તો એટલું કામ આવતી કાલે તમે જ કરી દેજો ને! ભિક્ષાના બહાને રાજમહેલમાં પહોંચી જજો અને કહેજો કે ‘હું તો રાજકુમારી રુક્મિણીના હાથે જ ભિક્ષા ગ્રહણ કરીશ અને એને આશીર્વાદ આપીશ.' એક મિત્ર તરીકે આટલું કામ કરી આપો!'
‘એટલે મારી પસંદગી-નાપસંદગી તમારી પસંદગી-નાપસંદગી બની જશે? એક મુનિની પસંદગી અને એક રાજકુમારની પસંદગી - બંને વચ્ચે અંતર ન હોઈ શકે? અમારી પસંદગીનું માધ્યમ રૂપ નથી હોતું, ગુણ હોય છે! સંસારી માણસો રૂપના માધ્યમથી પસંદગી કરતા હોય છે!'
‘ઋષિદત્તામાં રૂપ અને ગુણ - બંનેનો સમન્વય હતો.’
‘અત્યારે હું રુક્મિણીની વાત કરું છું, ઋષિદત્તાની નહીં! રુક્મિણીમાં રૂપ હશે પણ ગુણ નહીં હોય તો? ગુણ હશે અને રૂપ નહીં હોય તો?’
‘ઋષિકુમાર, જવા દો ને આ બધી વાતો! મારે તો માત્ર એ રાજકુમારી સાથે લગ્ન કરીને રથમર્દન નગરમાં લઈ જવાની છે.... એને રહેવા માટે એક રાજમહેલ આપી દઈશ. નોકર-ચાકર આપી દઈશ.'
For Private And Personal Use Only
‘અને તમે એની પાસે નહીં જાઓ એમ ને? એ વિશ્વાસઘાત નહીં કહેવાય? તમારા પિતાની ઇચ્છાને સંતોષવા ખાતર તમે એક સ્ત્રીના જીવન સાથે રમત નથી રમતા?'