________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૭
મહારાજા સુરસુંદરે અમારું ભાવભીનું સ્વાગત કર્યું. ભવ્ય પ્રવેશમહોત્સવ ઊજવ્યો. અમને એક સુંદર શ્વેત મહેલમાં ઉતારો આપવામાં આવ્યો. મહારાજા સુરસુંદરે સ્વયં અમારી આગતા-સ્વાગતામાં ધ્યાન આપ્યું. મારી કુશળપૃચ્છા કરીને તેમણે કહ્યું :
કુમાર, મહારાજા હેમરથે પ્રાર્થના સ્વીકારીને તમને મારી પુત્રી રુક્મિણી સાથે લગ્ન કરવા મોકલ્યા, તેથી મને ખૂબ આનંદ થયો. મહારાજા હેમરથનો નેહ હું નહીં ભૂલી શકું .”
પોતાની પુત્રીની મનોકામના ફળી રહી હતી, એનો આનંદ સુરસુંદરના હૃદયમાં સમાતો ન હતો. એમની પોતાની એક મોટી ચિંતા દૂર થઈ હતી ને? યુવાન પુત્રીના લગ્ન ન થાય ત્યાં સુધી માતા-પિતાના હૈયે સતત ચિંતા સતાવતી રહેતી હોય છે. જ્યારે એ ચિંતા દૂર થાય છે ત્યારે માતા-પિતાના હૈયે નિરાંત વળે છે. મારી સાથે ઋષિકુમારને જોઈને મહારાજાએ પૂછ્યું : કુમાર, ઋષિરાજ કોણ છે અને આપની સાથે કેવી રીતે...?' .
મહારાજા, આ ઋષિકુમાર મારા મિત્ર છે.... માર્ગમાં મળી ગયા.... મિત્રતા થઈ ગઈ અને સાથે લઈ આવ્યો!' મેં પ્રત્યુત્તર આપ્યો અને મહારાજા એ ઋષિકુમારની સામે જોયું. ઋષિકુમારના મુખ પર સ્મિત રમી રહ્યું હતું. હું હસી પડ્યો. મહારાજાના મુખ ઉપર પણ પ્રસન્નતા તરી આવી.
કુમાર, મિત્રની પસંદગી તો ઘણી સારી કરી છે! “બાકૃતિઃ 5થતિ ગુન' - મનુષ્યની મુખાકૃતિ એના ગુણદોષો કહેતી હોય છે. ખરેખર, ઋષિકુમારનું વ્યક્તિત્વ જ એવું છે કે પ્રથમ મુલાકાતમાં મૈત્રી થઈ જાય.'
મહારાજાએ અમારી સાથે જ ભોજન કર્યું. બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી અને વિદાય લીધી.
શ્વેત મહેલમાં હું અને ઋષિકુમાર જ હતા. અમારા પરિચારકો હતાં. એ સિવાયના મારા માણસોનો ઉતારો બીજા મહેલમાં આપવામાં આવ્યો હતો. એક જ મોટા પલંગમાં અમે બંનેએ શયન કર્યું. બીજા જ દિવસે રુક્મિણી સાથે લગ્ન કરવાનું હતું. ઋષિકુમારે મને કહ્યું :
For Private And Personal Use Only