________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું મારી આંખો ભીની થઈ ગઈ હતી અને મારો કંઠ રૂંધાઈ ગયો હતો. ઋષિકુમારે હળવે હાથે મારી આંખો લૂછી નાખી અને મારા માથે હાથ ફેરવવા માંડ્યો. પછી મને મધુર શબ્દોમાં કહેવા માંડ્યું : “કુમાર, ભૂતકાળ સતાવે છે કે ભવિષ્યની કોઈ ચિંતા વ્યથિત કરે છે?' ભવિષ્યની અનિષ્ટ કલ્પનાએ વ્યથિત કર્યો છે.” હું જાણી શકું એ કલ્પના?’ ‘અવશ્ય. એ કલ્પનાના પાત્ર તમે જ છો!' તો તો હું જ તમારી વ્યથામાં નિમિત્ત બન્યો.” એ વ્યથાને તમે જ દૂર કરી શકો એમ છો.” મારાથી શક્ય હશે તો જરૂર હું પ્રયત્ન કરીશ.' ‘તમે મને કહી દો કે માર ત્યાગ કરીને ચાલ્યા નહીં જાઓને!”
ઋષિકુમારે અનંત આકાશ તરફ દષ્ટિ સ્થિર કરી. તે ઊંડા વિચારોમાં ડૂબી ગયા. મુખ ઉપર ગંભીરતા છવાઈ ગઈ. મારું મન વધુ શકિત બની ગયું. મેં ઋષિકુમારના બંને હાથ પકડી લઈ પૂછ્યું :
શું મેં અયોગ્ય વાત કરીને તમારા દિલને દુભાવ્યું છે?' ઋષિકુમારે મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત ફરક્યું. તેમણે કહ્યું :
રાજ કુમાર, હું તમને કેવી રીતે છોડી શકીશ? હા, મારા નિમિત્તે તમને દુ:ખી થતા જોઈશ ત્યારે...” ઋષિકુમારના મુખ ઉપર હાથ દાબી દઈ તેમને બોલતા બંધ કરી દીધા.
તમે એવું ન બોલો. તમારા નિમિત્તે મને દુઃખ થાય જ નહીં.” “કુમાર, આ સંસાર છે! દુઃખરૂપ સંસાર છે! પરિવર્તનશીલ સંસાર છે. આજે જે સુખરૂપ લાગે તે કાલે દુઃખરૂપ બની શકે! આજે જે દુ:ખરૂપ લાગે તે કાલે સુખરૂપ બની શકે! એટલે, આ સંસારમાં આવી બધી જ સંભાવનાઓ સમજીને, સ્વીકારીને જીવવું જોઈએ. તમે જ્યારે આશ્રમમાંથી ઋષિદત્તાનું પાણિગ્રહણ કરીને તમારા નગરમાં લઈ ગયા હતા ત્યારે તમને કલ્પના પણ હતી કે આવી દુર્ઘટના બનશે? બની ગઈ ને દુર્ઘટના?’ | ઋષિકુમારની એક એક વાત મારા સમગ્ર વ્યક્તિત્વને આંદોલિત કરતી હતી. એમનો એક એક શબ્દ મારા અંતરાત્માને રસતરબોળ કરતો હતો. મેં કહ્યું :
For Private And Personal Use Only