SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંપણે બાંધ્યું પાણિયારું ૯૫ ‘કુમાર, મને સમજાતું નથી કે તમારા પ્રત્યે મારું મન આટલું બધું કેમ અનુરાગી બની ગયું? મારા જીવનમાં આટલો પ્રેમ બીજા કોઈ સાથે મેં કર્યો નથી!' ‘પૂર્વજન્મનો આપણો કોઈ સ્નેહસંબંધ હશે!' ‘એમ જ માનવું પડે!' ‘પણ તમારા માટે જુદી વાત છે!' ‘શી?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તમને મારા પ્રત્યે જે અનુરાગ છે, તેના કરતાં વધુ અનુરાગ ઋષિદત્તા પ્રત્યે છે! અથવા કહો કે ઋષિદત્તા તરફ વધુ અનુરાગ હતો.... ખરું ને?' ‘તમારી વાત તમારી દૃષ્ટિએ સાચી હશે, પરંતુ મને એમ લાગે છે કે તમારા પ્રત્યે મને એટલો જ અનુરાગ થઈ ગયો છે કે જેટલો ઋષિદત્તા તરફ હતો! અંતર છે માત્ર દેહનું. એ સ્ત્રી હતી, તમે પુરુષ છો! તમારી સાથે મિત્રતાનો અનુરાગ છે, ઋષિદત્તા સાથે પત્નીનો અનુરાગ હતો.' ‘પુરુષ સાથેના પ્રેમ કરતાં સ્ત્રી સાથેનો પ્રેમ પ્રગાઢ નથી હોતો?' ‘એવો નિયમ નથી. ક્યારેક સ્ત્રી સાથેના પ્રેમ કરતાં પુરુષ સાથેનો પ્રેમ વધુ પ્રગાઢ હોય છે! શ્રીરામને સીતાજી પ્રત્યે પ્રેમ હતો, પરંતુ એના કરતાંય વધુ પ્રગાઢ સ્નેહ લક્ષ્મણજી સાથે હતો. લક્ષ્મણના મૃતદેહને છ-છ મહિના સુધી પોતાના ખભે લઈને અયોધ્યાની ગલીઓમાં એ ફર્યા હતા! જ્યારે સીતાજીએ સંસારનો ત્યાગ કરી સાધ્વીજીવન સ્વીકાર્યું ત્યારે શ્રીરામે કલ્પાંત પણ નહોતો કર્યો!' ‘કુમાર, તમે ખરેખર વિચક્ષણ પુરુષ છો.’ ‘અને તમે? સાચા તત્ત્વજ્ઞાની પુરુષ છો.’ અમે બંને મૌન થઈ ગયા. બંનેનાં હૃદય વધુ નિકટ આવી ગયાં હતાં. હું અત્યંત આંતરસુખ અનુભવી રહ્યો હતો, પરંતુ મારું નબળું હૃદય શંકાશીલ બની ગયું હતું. જેવી ઘટના.... દુર્ઘટના ઋષિદત્તા સાથે બની ગઈ, તેવી દુર્ઘટના આ ઋષિકુમાર સાથે તો નહીં બને ને? અથવા તો આ ઋષિકુમાર મને ત્યજી તો નહીં જાય ને? કાવેરીથી જ એ મને છોડી જાય તો? મારા હૈયે ફાળ પડી.... મારા મુખમાંથી નિસાસો સરી પડ્યો... ઋષિકુમારે મારી સામે જોયું, ‘કેમ અચાનક મુખ પર વિષાદ છવાઈ ગયો?’ For Private And Personal Use Only
SR No.008918
Book TitlePapane Bandhyu Paniyaru
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy