________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિકુમાર, હવે તો એનું એ પાપકર્મ ભોગવાઈ ગયું હશે ને?'
આપણે અનુમાન કરી શકીએ કે એનું એ પાપકર્મ ભોગવાઈ ગયું હોવું જોઈએ. નિશ્ચયાત્મક રીતે ન કહી શકીએ, જો પૂરું ન ભોગવાયું હોય તો અધૂરું ભોગવવું પણ પડે... બીજા ભવમાં કે આ ભવમાં!”
આ ભવમાં તો હવે એ કેવી રીતે ભોગવવાની? જલ્લાદોએ એને મોતને ઘાટ ઉતારી દીધી....'
‘કુમાર, હવે તમે એ દુઃખદ ઘટનાને યાદ ન કરો. ભૂલી જાઓ!'
“આ જીવનમાં હું એ ઘટનાને ભૂલી નહીં શકું.... ઋષિકુમાર! હું સમજું છું કે એ ઘટનાઓ યાદ કરવાથી મને ઋષિદત્તા મળવાની નથી, છતાં એ યાદ આવી જ જાય છે. એને ભૂલવાનું મારું સામર્થ્ય નથી.'
એવી દુ:ખદાયી સ્મૃતિઓને વાગોળતાં વાગોળતાં લગ્ન કરવા જવાનું?'
આ લગ્ન માત્ર પિતૃઆજ્ઞાનું પાલન માટે જ છે. મારું હૃદય આ લગ્નને સ્વીકારી શકવાનું નથી. આ લગ્નનો મહોત્સવ ભલે રુકિમણીને આનંદ આપે, મને તો વિષાદ જ થવાનો છે.”
કુમાર, આ સંસારમાં હર્ષ અને વિષાદ, ખુશી અને નાખુશી, આનંદ અને ઉદ્વેગનાં અસંખ્ય દ્વન્દ્ર ચાલ્યા જ કરે છે. આ સંસારસાગરમાં રાગ અને દ્વેષનાં મોજાં ઊછળ્યા જ કરે છે! એમાં ક્યાંય શાશ્વત્ શાંતિ નથી, અવિનાશી આનંદ નથી. માટે જ વીતરાગ પરમાત્મા સંસારને - સંસારના ગુણોને ત્યાજ્ય કહે છે ને?'
સાચી વાત છે તમારી, ઋષિકુમાર! દ્વન્દ્રોમાં અશાંતિ જ હોય, નિર્લેન્દ્રોમાં જ શાંતિ મળે. છતાં દ્વન્દ્રોમાં મન ખેંચાય છે. સંસારનાં ક્ષણિક સુખોનું આકર્ષણ તૂટતું નથી.”
મધ્યાહુનનો સૂર્ય માથે આવ્યો હતો. ભોજન માટે અમારી યાત્રા સ્થગિત થઈ હતી. છાવણી નંખાઈ ગઈ હતી. ઋષિકુમારની સાથે હું મારી વસ્ત્રકુટિરમાં જઈને ભોજનની રાહ જોતો બેઠો હતો.
અમે બંનેએ એક જ થાળમાં ભોજન કર્યું. એક ઘટિકા વિશ્રામ કર્યો અને ત્યાંથી અમારી યાત્રા આગળ વધી. રથમાં અમે બંને પાસે પાસે જ બેઠા હતા. થોડોક સમય મૌનમાં પસાર થયો, પછી ઋષિકુમારે જ મૌનનો ભંગ કર્યો. તેમણે કહ્યું :
For Private And Personal Use Only