________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું.
વર્તમાન જીવનમાં મનુષ્ય કોઈ અપરાધ ન કર્યો હોય, કોઈ ખરાબ આચરણ ન કર્યું હોય છતાં પૂર્વજન્મોનાં પાપકર્મ ઉદયમાં આવે તો તે મનુષ્યના જીવનમાં દુઃખ આવે જ. એવી રીતે, વર્તમાન જીવનમાં મનુષ્ય ઘણાં ખરાબ કામ કરતો હોય છતાં જો પૂર્વજન્મનાં પુણ્યકર્મ ઉદયમાં આવે તો તેને વર્તમાન જીવનમાં સુખ મળે જ!'
ઋષિકુમારે મારી સામે જોયું.... મેં કહ્યું : “ઋષિકુમાર, તમે એમ કહેવા માગો છો કે ઋષિદત્તાને જે દુઃખ આવ્યું, તે તેના પૂર્વજન્મનાં પાપકર્મોનાં ઉદયથી આવ્યું?
હા, તદ્દન સાચું! પૂર્વજન્મોમાં.... કોઈ પણ જીવનમાં એના આત્માએ કોઈ નિર્દોષ જીવાત્મા ઉપર કલંક મૂકીને, એવું પાપકર્મ બાંધેલું હોવું જોઈએ! એ સિવાય એના ઉપર આવું કલંક ન આવે!”
એણે પૂર્વજન્મમાં કોના ઉપર કલંક મૂક્યું હશે?” “એ તો કોઈ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ બતાવી શકે! મારી પાસે એવું વિશિષ્ટ જ્ઞાન નથી.... માટે હું ન બતાવી શકું.”
“તો શું જેના ઉપર ઋષિદત્તાના આત્માએ પૂર્વજન્મમાં કલંક મૂકેલું હશે, એ જ જીવાત્માએ આ જીવનમાં ત્રષિદના ઉપર કલંક મૂકેલું હશે?”
એવો નિયમ નથી, કુમાર! કલંક મૂકનાર કલંકિત બને! બીજી કોઈ વ્યક્તિ દ્વારા પણ કલંકિત બને!'
‘કલંક મૂકનાર.... નિર્દોષને દોષિત સિદ્ધ કરનાર સ્વયં કલંકિત બને ? શું એવો ચોક્કસ નિયમ જ છે? ના, કલંક મૂકનાર મનુષ્યને કલંક મૂક્યા પછી ભાન થાય, કે મેં આ ખોટું કામ કર્યું છે, નિર્દોષને-અકલંકને ખોટી રીતે રંજાડ્યો છે... અને તે ક્ષમા માગે, પશ્ચાત્તાપ કરે અને પ્રાયશ્ચિત્ત કરે તો એણે બાંધેલાં પાપકર્મ તૂટી પણ જાય!”
હું મૌન રહ્યો. મારા માટે આ તત્ત્વજ્ઞાનની વાતો નવી હતી. છતાં હું એ વાતોને સારી રીતે સમજી રહ્યો હતો, ઋષિકુમારની વાતો બુદ્ધિગમ્ય હતી. કારણ વિના કાર્ય ન જ બને, એ વાત સમજાય એવી હતી. હું જાણતો હતો કે વર્તમાન જીવનમાં ઋષિદત્તાએ કોઈનાય ઉપર ખોટું આળ મૂકેલું ન હતું. કોઈ પણ જીવાત્મા પર એણે કલંક મૂકેલું ન હતું... છતાં એના ઉપર કલંક આવ્યું હતું... એની પાછળ કોઈ કારણ તો હોવું જ જોઈએ! એ કારણ જાણવાનું જ્ઞાન મારી પાસે ન હતું. ઋષિકુમાર પાસે પણ એવું જ્ઞાન ન હતું... એટલે એ જિજ્ઞાસા એમ ને એમ જ રહી.
For Private And Personal Use Only