________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
બ્રાહ્મ મુહૂર્તના સમયે ઋષિકુમારે મને જગાડ્યો અને કહ્યું : “કુમાર, ચાલો આપણે સ્નાનાદિથી નિવૃત્ત થઈ પરમાત્મા ઋષભદેવનું પ્રભાતકાલીન પૂજન કરી લઈએ.”
ઋષિકુમાર, તમારું કથન ઉચિત છે. પરમાત્મપૂજન કરીને પછી આપણે અહીંથી કાવેરી તરફ પ્રસ્થાન કરીએ.'ઋષિકુમારની સાથે હું આશ્રમમાં ગયો. ત્યાંથી અમે બંને સરોવર કિનારે ગયા અને સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, પરમાત્માના મંદિરે પહોંચ્યા. રસ્તામાં ઋષિકુમારે સુગંધી પુષ્પો ચૂંટી લીધાં હતાં. શુદ્ધ જલથી પરમાત્માની અભિષેક પૂજા કરીને, ખૂબ ભક્તિભાવથી અમે પરમાત્માનાં અંગે પુષ્પ ચઢાવ્યાં. પૂજન કરતાં મારું શરીર રોમાંચિત થઈ ગયું. આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. મેં જ્યારે મારાં ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી, ત્યારે ઋષિકુમારે મારી સામે જોઈ લીધું. અમે સાથે જ પરમાત્માની સ્તવના કરી અને મંદિરની બહાર આવ્યા.
ઋષિકુમારે મંદિરનાં પગથિયાં ઊતરતાં મને પૂછ્યું : કુમાર, હજુ તમારી હૃદયવ્યથા હળવી થઈ નથી ને?' "એવું અનુમાન તમે કેવી રીતે કર્યું?” ‘તમારી આંખો જ બોલી રહી છે!'
ઋષિકુમાર, આંખોમાં વ્યથાનાં આંસુ નહોતાં આવ્યાં, કાંઈ ન સમજાય તેવા સુખદ સંવેદનનાં એ આંસુ હતાં!' “તો તો નજીકના ભવિષ્યમાં તમને કોઈ વિશિષ્ટ લાભ થવો જોઈએ!”
એમ? સાચી વાત છે તમારી નજીકના ભવિષ્યમાં જ રુક્મિણીનો લાભ થવાનો છે!'
“મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તમને કોઈ પ્રિય વસ્તુનો, પ્રિય વ્યક્તિનો લાભ થાય! જો મિણી તમને પ્રિય છે, તો તેનો લાભ થવાનો જ! મેં ધર્મગ્રંથોમાંથી જાણ્યું છે કે પરમાત્માનાં દર્શન-પૂજન કરતાં જો રોમાંચ થાય, હર્ષનાં આંસુ આવે તો ઇષ્ટપ્રાપ્તિ થાય છે, પ્રિયપ્રાપ્તિ થાય છે!”
For Private And Personal Use Only