________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८०
પાંપણે બાંધ્યું પાણિયારું
ક્ષણભર માટે મને આંચકો લાગ્યો. ઋષિકુમારની વાતમાં મને સત્યાંશ લાગ્યો, કદાચ મારા પિતાજી વિરોધ કરે તો? કદાચ ઋષિકુમારનું અપમાન કરી દે તો? ઋષિદત્તા સાથે મારા પિતાજીએ કરેલા દુર્વ્યવહારની પુનરાવૃત્તિ થઈ જાય તો? પણ મેં ઋષિકુમારને કહ્યું :
‘તમે કાવેરી સુધી તો ચાલો. વળતાં આપણે આ જ રસ્તેથી પસાર થવાનું છે. એ વખતે, જો ૨થમર્દનનગર આવવું ઠીક ન લાગે તો તમે અહીં રોકાઈ જજો....' ઋષિકુમારે મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે કહ્યું:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કુમાર, સાથે રહેવાથી આપણી મિત્રતાનો સ્નેહ દૃઢ થઈ જશે.... પછી જ્યારે જુદા પડવાનું આવશે ત્યારે વિયોગની વેદના કેવી થશે, તેનો વિચાર કર્યો છે? તમે તો રાજમહેલમાં રહેશો.... જ્યારે મારે તો પુનઃ આશ્રમનું એકલવાયું જીવન જીવવાનું.... માટે સાથે આવવાનો આગ્રહ છોડી દો તો સારું!'
‘ના, સાથે આવવાનું જ છે. આગળની વાત આગળ ઉપર આપણે વિચારીશું! એવું જ લાગશે તો હું મારો એક મહેલ આશ્રમમાં બંધાવી દઈશ! જ્યારે નગરમાં નહીં ગમે, તો અહીં આવીને રહીશ! જ્યારે તમે બોલાવશો, ત્યારે હજાર કામ પડતાં મૂકીને આવી જઈશ!'
મારા અત્યંત આગ્રહથી ઋષિકુમારે મારી સાથે આવવાનું કબૂલ્યું. મારા આનંદની અવિધ ન રહી.
રાત્રિનો ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો. અમે બંને સાથે જ પલંગમાં સૂઈ ગયા, ઋષિકુમારે મારા કાન પાસે મુખ લાવીને કહ્યું :
‘કુમાર, તમે મને તમારો રાગી બનાવી દીધો!'
‘અને તમે તો મારું હૃદય જ હરી લીધું. તેનું શું?’ ‘હવે એ હૃદય પાછું નહીં મળે હોં!'
‘ભલે!’.
‘પછી પેલી બિચારી રુક્મિણીને શું આપશો?' ‘એને હૃદય વિનાનો માત્ર દેહ આપીશ!'
અમારી મૈત્રીની મધુરતા માણતા અમે નિદ્રાધીન થઈ ગયા.
For Private And Personal Use Only