________________
નહિ ઐસો જનમ બાર-બાર
દેવલોક જાય. આ બધું + ૫ જેવું ગણાય.
પણ જો મોક્ષમાર્ગની એક માત્ર આરાધના સ્વરૂપ બ્રહ્મચર્યાદિ ધર્મોનું પાલન થાય તો આવા નજીવા લાભ ન મળે. ત્યાં તો કાં મોક્ષ મળે; કાં મોક્ષને અપ્રતિકૂળ એવી ઉત્કૃષ્ટ સંસાર સામગ્રીઓ ચરણે આવીને પડે. આવી ધર્મક્રિયાને આપણે +૧૦૦ તરીકે જોઈએ.
આ ત્રણે ય કક્ષાઓને સહુએ બરોબર સમજી લેવી જોઈએ.
સમાજના ભય કે પ્રેમથી
થતો ઘણો ધર્મ ધર્મ તો આત્માનો સ્વભાવ છે. ચંદન શા માટે શીતળતા બક્ષે છે? ધૂપસળી કેમ સુગંધ ફેલાવે છે? સૂર્ય કેમ પ્રકાશ આપે છે? અગ્નિ કેમ ઉષ્ણતા ફેલાવે છે? આ બધા ય પ્રશ્નોનો જેમ એક જ જવાબ છે કે, “તેનો તે સ્વભાવ છે.” તેમ કોઈ ધર્માત્માને પૂછો કે, “તમે ધર્મ કેમ કરો છો?'' તો તે ય આજ જવાબ આપે કે, “તે મારો સ્વભાવ છે.''
બેશક પાપ કરવું તે જ મુશ્કેલ છે; કેમ કે એ આત્માનો સ્વભાવ નથી.
પરંતુ બુદ્ધિની સૂઝનું આટલું ઊંડાણ જે ન પામ્યા હોય તેને તમે પ્રશ્ન કરો કે, “તમે ધર્મ કેમ કરો છો? તો ઉત્તરોત્તર ઊતરતી કક્ષાના ધર્માત્માઓ ક્રમશઃ આવા જવાબો આપશે. (૧) મારે મોક્ષમાં જવું છે માટે ધર્મ કરું છું. (૨) મારે મરીને સદ્ગતિમાં જવું છે. (૩) મારે મરણ સુધારવું છે. (૪) મારે જીવનમાં ચિત્તશાંતિ પામવી છે.
આથી પણ ઊતરતી કક્ષા છે. એ કક્ષાના ધર્મી લોકો એ પ્રશ્નનો જવાબ દેતાં કહે છે, “(૧) ધર્મ ન કરીએ તો સમાજ કોરી નાંખે.... મારી નાંખે; (૨ ધર્મ ન કરીએ તો સમાજમાં પ્રેમ ન મળે...” - આજનો ઘણો ખરો ધર્મી વર્ગ છેલ્લા બે જવાબોની કક્ષાનો ગણી શકાય. જો કે સત્તા, સંપત્તિ કે શિક્ષણના નશામાં ચડી ગયેલા લોકોને તો સમાજના પ્રેમનીય જરૂર લાગતી નથી; સમાજની કોઈ ભીતિ પણ રહી નથી. તદ્દન નિર્લજ્જ અને સાવ નફ્ફટ બનીને આ લોકો કહી દે છે. “અમારે ધર્મનું તૂત (!) જોઈતું જ નથી. અમને કોઈની પરવાહ નથી.'' સાવ છેલ્લી કક્ષાના આવા નાસ્તિકોની સંખ્યા આજે તો ખૂબ જ મોટી થઈ છે. આવા સમયમાં સામાજિક ભીતિ કે પ્રીતિથી ધર્મ કરનારાને