________________
નહિ એસો જનમ બાર-બાર
આ ત્રણે ય પ્રકારના જીવાત્માઓના લક્ષણ જોઈએ. જેને સંસારસુખ જ ખૂબ ગમતું હોય તે દુઃખથી ખૂબ ડરતા હોય; પુણ્યના રસીઆ પાપથી ખૂબ ડરે; જ્યારે મોક્ષરસી આત્મા સંસારમાં રહેવાથી જ ખૂબ ડરે એ તો સંસારમાં રહેવું એ જ સર્વપાપનું મૂળ લાગે.
સુખરસી પોતાના પુરુષાર્થના બળ ઉપર મુસ્તાક રહીને જ્યારે ને ત્યારે બાહુ (મસલ્સ) દેખાડતો હોય; પુણ્યરસી આત્મા પોતાનું લલાટ દેખાડીને દરેક વાતમાં ભાગ્યને આગળ કરતો હોય; જ્યારે મોક્ષરસી જીવ તો માથે હાથ મૂકીને પ્રત્યેક વાતમાં દેવગુરુની કૃપાને જ આગળ કરતો હોય.
આ ત્રણેયનો ક્રમશ: પહેલો, બીજો અને ત્રીજો વર્ગ પાડીશું.
મોક્ષરસી આત્માની તાકાત દૂધ પચાવવાની છે. પુણ્યરસીની તાકાત છાશ પચાવવાની છે. જ્યારે સુખરસી તો ભજીઆ ખાઈને આંતરડા બગાડતો રહે છે.
જેની જેવી કક્ષા તેવી ગીતાર્થગુરુની પ્રરૂપણા... સર્વને એક જ લાકડીએ એકાંતે દોરે તે ગીતાર્થ ન કહેવાય. ભજીઆ છોડાવીને છાશ ઉપર ચડાવાય સીધા. દૂધ ઉપર ચડાવે તો ઉંટવેદ્ય કહેવાય.
– ૧૦૦; + ૫; + ૧૦૦
મનને મારી નાખીને, કચવાતા મને; કોઈના ભારે દબાણ કરાતા ધર્મોથી કરાતી પુણ્યકર્મની કોઈ પણ ક્રિયા - ગમે તેવા મનપૂર્વકની હોય તો ય પુણ્યકર્મ જ બાંધી આપે તેમ ન કહી શકાય. ઉપરોક્ત સ્થિતિમાં તો પાપ જ બંધાય. આવી ધર્મક્રિયાને આપણે “–૧૦૦ કહીશું.
પણ જ્યાં મનને સમજાવીને શાંત કરી દેવામાં આવ્યું છે; છેવટે એહિક સમજૂતીપૂર્વક ધર્મના પંથે લગાડવામાં આવ્યું છે તેવી ધર્મક્રિયાને આપણે “કાંઈક સારી જરૂર કહીશું.
શ્રી ઉવવાઈ સૂત્રમાં આવે છે કે કુળની ખાનદાનીનો વિચાર કરીને, વિધવા બનેલી નવોઢા સ્ત્રી જો પોતાના મનની વાસનાઓને શાંત કરી દઈને બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરે તો ૮૪ હજાર વર્ષનું દેવલોકનું આયુષ્ય બાંધે.
એમ ચક્રવર્તીનો ઘોડો જ્યારથી પોતાનું વાસનાગ્રસ્ત મન - હવે એ સુખ મને નહિ મળે એમ કલ્પીને - શાંત કરી દે ત્યારથી તેવું પુણ્યકર્મ બાંધે... જેથી આઠમા