________________
નહિ એસો જનમ બાર-બાર
અંગોનો યોગક્ષેમ કરો. એની સતત વૃદ્ધિ કરો.
તો દુઃખના તમારા સમયમાં એ વિશિષ્ટ ધર્મ જનિત પુણ્ય તમારી વહારે દોડી આવશે; કદાચ દોડી આવવા જેટલું પુષ્ટ એ પુણ્ય નહિ બન્યું હોય તોય ધર્મ સાક્ષાત્ તમારા ચિત્તમાં અદીનતાની અપાર સમાધિ ઉત્પન્ન કરશે જ કરશે. કાં એ દુ:ખ કાઢશે પુણ્ય દ્વારા; કાં એ અદીનતા જમાવશે પોતાના દ્વારા. આ જ તેનું રક્ષકત્વ છે.
આત્માની શુદ્ધિની જેમ
પુષ્ટિ પણ જરૂરી જેમ શરીરમાં એકલી નિરોગિતા ચાલતી નથી; અમુક સંયોગોમાં શરીરની પુષ્ટતા પણ જરૂરી માનવામાં આવી છે તેમ આત્માના પણ દ્રવ્ય અને ભાવ સ્વરૂપ પાપોની શુદ્ધિ થવા સાથે પુણ્યની પુષ્ટિ પણ અનિવાર્ય છે.
જેના આંતરડા પુષ્ટ છે એ જ મલાપગમની તાકાત દ્વારા મળ-શુદ્ધિ કરી શકે
co
અપુષ્ટ આંતરડા મળનું શોધન કરી શકતા નથી.
જેની પાસે પુણ્યની પુષ્ટિ છે એ જ પાપશુદ્ધિ કરી શકે છે. સુદેવાદિનો યોગ તો પુષ્ટ પુણ્યથી જ થાય છે ને? એવા યોગ વિના શુદ્ધિનું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત જ શી રીતે થાય? એ જ્ઞાન વિના શુદ્ધિ કયાં શક્ય છે? શ્રીષોડશક પ્રકરણમાં પાપક્ષયજનિત નિર્મલતાને શુદ્ધિ કહી છે અને પુણ્યના સંગ્રહ સ્વરૂપ પુષ્ટિ કહી છે. આ પદાર્થ ઊંડું ચિંતન માગે છે.
પુણ્યની બિલકુલ જરૂર જ નથી.” એવી વાતો કરનારાઓએ આ પદાર્થની સતત અનુપ્રેક્ષા કરવી જોઈએ.
જો પુણ્ય બિનજરૂરી હોય તો પુણ્યથી જ પ્રાપ્ય મનુષ્યત્વ, આર્યત્વ, પંચેન્દ્રિયપટુત્વ, જિનવાણીયોગ વગેરે બધા ય બિનજરૂરી થઈ જશે. પણ મનુષ્યત્વ આદિની પ્રાપ્તિના તો પેટ ભરીને ગુણો ગવાય છે.
વસ્તુતઃ પાપ કરાવનારા પુણ્યને જ ત્યાજ્ય ગણવું જોઈએ. ધર્મકારક પુણ્યને તો કક્ષાવિશેષમાં ઉપાદેય ન ગણવું જોઈએ. એ પુણ્ય તો જેટલું પુષ્ટ થશે એટલી આત્માની પાપ શુદ્ધિ વધતી જશે.
આંતરડા જેટલા માંસથી પુષ્ટ હોય તેટલી મળશુદ્ધિ જોરદાર થાય જ છે ને?