________________
૮૨
નહિ એસો જનમ બાર-બાર
જવાય.
જોડાનું ચામડું લઈને મંદિરમાં ન જવાય; જ્યારે મંદિરના ઢોલ ઉપર ચામડું જ જડેલું હોય છે.
પાણી કાચુંને કાચું ન જ પીવાય પરંતુ કાચા પાણીથી પરમાત્માને પ્રક્ષાલ થઈ શકે.
આમ અનેક કક્ષાએ, અનેક ક્રિયાઓ, વિધિ કે નિષેધનો વિષય બન્યા કરે પરંતુ એ બધાયનું મૂળસ્ત્રોત તો એક જ તત્વ છે... “તમારા રાગાદિમળોનો વિગમ કરો.” કાચું (સાત્વિક) પાણી પ્રક્ષાલમાં વાપરતાં ચિત્તમાં ઉલ્લાસ જાગે છે. તાજું જ ફળ પ્રભુની સામે નજર કરાય છે ને? અને તેથી રાગાદિનો નાશ થાય છે ને? તો તેમ ન જ કરતાં સર્વત્ર એક જ જાય. ભલે અનેક રસ્તા.
કોણ કોની રક્ષા કરે?
શેઠ, નોકરની રક્ષા કરે કે નોકર શેઠની રક્ષા કરે? બે ય પરસ્પરની રક્ષા કરે એ જવાબ બરોબર નથી.
સાચો જવાબ એ જ છે કે જો નોકર શેઠની રક્ષા કરે તો જ શેઠ એ નોકરની રક્ષા કરે, જે નોકરને શેઠની સેવા કરવી નથી એ નોકરની ચિંતા કરવા શેઠ બંધાયો નથી. રક્ષા કરવામાં પહેલ કરવાની છે નોકરે; ત્યાર પછી જ વળતી રક્ષા કરવાની જવાબદારી લેવાની છે શેઠે.
ધર્મો રક્ષતિ રક્ષિતઃ”.. વાક્યનો ભાવ એ છે કે જો ધર્મની તમે રક્ષા કરો તો ધર્મ તમારી જરૂર રક્ષા કરશે.
અહીં એમ તો કદી નહિ કહી શકાય કે, “જો ધર્મ અમારી રક્ષા કરે તો અમે ધર્મની રક્ષા કરીએ.”
આ તો નોકરની બેવકૂફ માંગણી જેવી વાત છે. બેવકૂફ નોકર જ એમ કહી શકે કે જો શેઠ મારી રક્ષા કરશે તો જ હું શેઠની રક્ષા કરીશ.
પહેલ તો જે નોકર હોય તેણે જ કરવાની છે. ધર્મ એ તો શેઠ છે. આત્મા એ જ નોકર છે. સુખના સમયમાં તમે ધર્મની રક્ષા કરો; એના શરણે જાઓ; એના તમામ