________________
નહિ ઐસો જનમ બાર-બાર
પાપો તો ઉધાર ખાતે જ ખતવાય, એમાં કોઈ સંદેહને અવકાશ નથી.
પણ એ વાતથી કેટલા આત્માઓ વાકેફ છે કે જીવનમાં કરાતા કેટલાક ધર્મો પણ આ રીતે ઉધાર ખાતે ખતવાઈ જતા હોય છે.
જેને મોક્ષમાર્ગની સમજણ જ નથી, પરલોકનો જેને ભય નથી, પાપનો જેને કંપ નથી; પુણ્યનો જેને મોક્ષાર્થે ખપ નથી તેવા આત્માઓ પ્રાયઃ તો ધર્મ કરે જ નહિ; કદાચ ધર્મ કરે તો શા માટે કરે? એ જ પ્રશ્ન છે. ધનની મૂછવાળો ધન ત્યાગવારૂપ દાન શું કરવા કરે પણ? વાસનાનો કીડો શું કરવાનું શીલ પાળે વારુ? રસનાનો લંપટ શા માટે તપ કરવાનો પુરુષાર્થ કરે ?
કાંઈ કારણ ભલા?
કાં તો આ લોકના ધર્મી તરીકેના માનપાન આદિ મેળવવા માટે જ કરે; કાં તો પરલોકના ઉર્વશી – અપ્સરાના ભોગ સુખોની લાલચે જ ધર્મ કરે.
જે વાંઝીઓ બાળક માટે વલખા મારે, જે વિધુર, સ્ત્રી ખાતર ફાંફાં મારે! જે યુવાન, વાસનાથી કાયર બને.... અને પછી એ માટે જ જે ધરમનું શરણું લે.. એનો ધરમ જમાના પાસામાં કદી ખતવી શકાય નહિ.
ધન દઈને વધુ ધન મેળવવા માટેના ધર્મને ધર્મ શું કહેવો? આ તો લેવડદેવડની બજારુ વસ્તુ થઈ. આવા શીલ, તપ આદિના ય ધર્મોને ધર્મ કેમ કહેવા? હા.. ઉધાર પાસાનો એને ધર્મ કહેવાય ખરો.
કક્ષાદિભેદે ધર્મભેદ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદોથી ધર્મના અને તેના અંગેના વિધિવિધાનાદિના અનેક ભેદો પડી જાય છે. એક જ ક્રિયા અમુક સંયોગમાં વિધિનો વિષય બને છે અને અમુક સંયોગમાં નિષેધનો વિષય બની જાય છે.
સ્ત્રી સાડલો પહેરે તેથી કાંઈ પુરુષે પણ સાડલો પહેરવો? રોગી દવા લે તેથી કોઈ નિરોગી પણ દવા લે? ભોજન જમીન ચૂકેલો સ્ટવ હોલવી નાખે તેથી કાંઈ ભોજન બનાવનારો પણ સ્ટવ હોલવી નાંખે?
ભૂખ હોય ત્યાં સુધી ખાવું એ કર્તવ્ય ગણાય છે પણ ભૂખ સંતોષાઈ ગયા પછી “એ જ ખાવું' અકર્તવ્યરૂપ ગણાય છે. પેટમાં ઘણો મળ પડ્યો છે છતાં મંદિરમાં જઈ શકાય પણ તે જ મળનો ડાઘ પણ કપડા ઉપર પડયો હોય તો મંદિરમાં ન જ