________________
નહિ એસો જનમ બાર-બાર
ધનથી ધર્મ?
શું ધનથી ધર્મ ન થાય? ઊભા રહો. આ પ્રશ્નનો જવાબ આપવા પૂર્વે એક પ્રશ્ન પૂછી લઉં. શું દૂધથી લોહી થાય? શું રોટલીથી તાકાત આવે?
જો હા કહેશો તો ખોટા ઠરશો. તમારા હાથમાં દૂધનો પ્યાલો પકડો કે ઘઉંની રોટલી રાખો; લોહી કે તાકાત પાંચ દિવસે ય નહિ જોવા મળે.
એટલે અહીં કહેવું જ પડશે કે દૂધ પીવાથી એ રોટલી ખાવાથી લોહી થાય; પણ આટલું ય બસ નથી. હજી આગળ વધીને કહો કે પીધેલું દૂધ પચે તો; ખાધેલી રોટલી પચે તો લોહી થાય.
આ જ રીતે કહેવું જોઈએ કે ધનથી ધર્મ ન થાય. ધન તો ઘણા મોટા ધનપતિઓ પાસે છે છતાં જીવનમાં ધર્મનું નામોનિશાન જોવા મળતું નથી.
ધર્મ તો ધનની મૂર્છા ત્યાગવાથી જ થાય.
જો ધનથી જ ધર્મ થઈ જતો હોત તો ભગવાન મહાવીરના સેવકો તરીકે અબજોપતિ દેવો હાજર હતા. એકાદને પણ ભગવંતે ફરમાવી દીધું હોત કે, “જે લોકો ધર્મ કરે તેમના ઘરમાં ધનનો વરસાદ વરસાવી દેજો.' કેમ આમ કદી ન કહ્યું?
આજના ગરીબોને અને ધનવાનોને-બેયન-ધનની વાસના મર્યાદા વટાવી ચૂકી છે. એમને મંત્ર, તંત્રાદિ દ્વારા ધન પ્રાપ્ત કરાવી આપવામાં આવે તો એ લોકો ધર્મને તરત ધક્કો મારી દે, કેમકે એમનું સાધ્ય ધન છે; ધર્મ તો સાધન છે. - સાધ્ય પ્રાપ્ત થાય પછી સાધનને ધક્કો જ મારે ને? ધર્મની આ કેવી ઘોર આશાતના!
સંતો! ધનલોલુપીને ધર્મ કરાવવા માટે ય ધનનું પ્રલોભન કદી ન દેશો. બિચારા આશાતનાનું પાપ બાંધશે.
પાપની જેમ ધર્મો ય
ઉધાર ખાતે!
જીવનના પાસાં બે... જમા અને ઉધાર.