________________
નહિ ઐસો જનમ બાર-બાર
તમારા જીવનમાં ધર્મ પણ ભંગીયા જેવો જ નથી? સંસારની બધી વાતો પતી જાય અને પછી જો નસીબજો ગે નવરાશ મળે (અને મૂડ આવી જાય) તો જ ધર્મક્રિયાઓનો નંબર લાગે ને?
તમે સાધુઓને ઘણી વાર કહ્યું હશે કે, “નવરાશ મળતી નથી કેમકે ઘરાકી પુષ્કળ રહે છે.” પરંતુ તમે તમારા ઘરાકને એવું કદી કહ્યું છે ખરું કે, “નવરાશ મળતી નથી કેમકે જાપ વગેરે ખૂબ કરવાનો રહે છે?''
આયંબિલ પણ રવિવારની નવરાશે ! વ્યાખ્યાનશ્રવણ પણ ઘરે બેઠાં બગાસા ખાવાના હોય તો જ!
આનો અર્થ એ થયો કે આપણા દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય ભંગીયાના સ્થાને બિરાજમાન થયેલા છે. કેટલી દુઃખદ બાબત!
પમાન કરીને એની ભક્તિ કરવી એમાં શી ભલીવાર? નાક કાપીને કોકને પકવાન જમાડવા જેવું કર્યું ને?
નાગા કરીને પાઘડી પહેરાવી ને? ડાહ્યા હો તો સાનમાં સમજી જાઓ; અને હવે તમારો સિદ્ધાંત બદલો.... નવરાશમાં જ સંસાર! સામાયિકો કરતાં કરતાં નવરાશ મળે તો જ મહેમાન! વહેવાર વગેરે..
પુરુષાર્થે ખેતી; પુણ્ય વરસાદ;
ધર્મે અનાસક્તિ આ હિન્દુસ્તાનમાં ખેડૂત જેવો આસ્તિક સંસારીજન કયો હશે?
કેવો ધરખમ પુરુષાર્થ કરીને ખેતર તૈયાર કરી દે છે? બળબળતી બપોર! લૂ ઝીંકતો પવન! આગ વરસાવતું ગગન!
પસીનાના તો રેલરેલા ઊતરી જાય!
પુરુષાર્થ તો આખી દુનિયા કરે છે! પણ તન તોડી નાંખવા સુધીનો પુરુષાર્થ તો ખેડુ જ કરતો હશે!
અને પછી જેઠ માસ આવે છે; અને ઊતરવા ય લાગે છે. એક પછી એક નક્ષત્ર આવતું જાય છે. હવે એ ખેડુ મહારાજ ગગન ભણી મીટ માંડીને બેસે છે. નક્ષત્રોના વર્તારાની વાતો કરે છે અને સહુને કહે છે, “હવે તો હજાર હાથના ધણીની જે