________________
નહિ એસો જનમ બાર-બાર
બેશક; આવું વિધાન કરનારાઓના અંતઃકરણમાં ધર્મ પ્રત્યેનો તિરસ્કારધિક્કારભાવ છે પરંતુ રજૂઆત ઘણી જ આકર્ષક હોવાથી ભલભલાને “ઊલુ” બનાવાયા છે.
આવા પ્રચારકોને મારે એક જ વાત પૂછવી છે કે જેઓ ભૂખ્યા નથી પણ પેટ અને પટારા ભરેલા છે; ટેરેલીનના સૂટના જેને ત્યાં ગંજ ખડકાયા છે; જેઓ મોટા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ છે તે બધા ય શું ધર્મ કરતા થઈ ગયા છે? કે પછી વધુમાં વધુ નાસ્તિકતા તેમના જીવનમાં પણ સંભવી શકે છે ખરી? તેઓ ભગવદ્ભક્ત; દુઃખીઓના મિત્ર અને જીવનથી પવિત્ર હશે ખરા? જો આ વાત વિચારવા લાયક બની જતી હોય; જો પેટ ભરેલાના જીવનો પાપોથી ખરડાઈ જવાનો વાયરો જ ચાલતો હોય તો ભૂખ્યાના દુઃખ શા ખોટા છે? બે વિકલ્પમાં જ પસંદગી કરવાની થાય તો કઈ કરવી?
વળી ભૂખ્યાને ભોજન આપવાની ના કોણ પાડે છે? પણ તે માટેની ભૂમિકા તો તૈયાર થવી જ જોઈએ ને? દુ:ખીને પોતાના દુઃખમાં જે દીનતા આવી જાય છે તેને પ્રથમ દૂર કરવી જોઈએ; ત્યાર પછી સુખમાં સંભવિત લીનતાઓના અનર્થો પણ સમજાવી રાખવા જોઈએ. જો એવી મજબૂત ભૂમિકા તૈયાર થઈ જાય તો એ ભૂખ્યાને ભોજન આપવાની વાતનો વ્યક્તિવિશેષે કોણ નિષેધ કરે છે? પણ જો દીનવાદિ દોષોને “ચેક અપ' કરવામાં આવે નહિ અને ભૂખના દુઃખ ટાળવાની પ્રક્રિયા અપનાવાય તો પેટ ભરેલાના જીવનો આ ધરતી ઉપર શાપ બનીને ફેલાશે; આગ બનીને વરસશે; કોઈ મા-બેનની ઈજ્જત સલામત નહિ રહે. લોહીમાંથી ડાયાબિટીસ “ચેક કર્યા વિના સડેલા આંતરડાનું ઓપરેશન કરનાર ડૉક્ટર ગધેડો ગણાય છે હોં!
નવરાશમાં સન્માન પામતી
ચીજ; ભંગીઆ જેવી
તમારે ત્યાં દીકરાના લગ્નપ્રસંગે ભારતના વડા પ્રધાનથી માંડીને ગામનો ભંગીયો પણ હાજરી આપે ત્યારે પહેલાં તો મોટા બડેખાંઓને જ મળો ને ? એ બધાયનું બધું ય પતી જાય પછી જો નવરાશ મળે તો જ પેલા ભંગીયાનો નંબર લાગે ને? અને જો નવરાશ ન મળી તો ભંગીયાને બીજે-ત્રીજી-ચોથે-દહાડે મળવાનો વાયદો આપઆપ કરીને છટકી જાઓ ને?