________________
૮૮
નહિ એસો જનમ બાર-બાર
ઈચ્છા હશે તે જ થશે. એની મરજી હશે તો પાણી પડશે; નહિ તો ઊની ઊની આગ વરસ્યા કરશે.” ખેડુ ક્યાંય ભૂલથી પણ એમ બોલતો નથી કે, “આટલો ધરખમ પુરુષાર્થ કર્યો છે માટે ફળ આવવું જ જોઈએ. પુરુષાર્થથી શું અસાધ્ય છે? આપણો સંકલ્પ હોય તો વરસાદ પડવું જ જોઈએ.”
ના. બાપડો એવું કાંઈ જ બોલતો નથી. એની તો એક જ વાત છે, “ધણીની ઈચ્છા હશે તે જ થશે. આપણો ગમે તેટલો પુરુષાર્થ કરીએ તેથી કાંઈ ન વળે. એવી ઈચ્છા ય ન રખાય.” ખેડુની કેટલી જબ્બર આસ્તિકતા! વાત પણ તદ્દન સાચી જ છે ને? તમે ગમે તેટલા બંધ બાંધો કે ટ્રેકટરો ફેરવો, કે કૂવા ખોદાવો, વરસાદ જ ન થાય તો? બધું બેકાર!
યાદ રાખજો કે પુરુષાર્થે તો ખેતી જ થાય; પણ વરસાદ તો ભાગ્યથી જ પડે; અને વરસાદ પડે; વીસ આની વર્ષ થાય; હજારો રૂપિયાની કમાણી થાય તો તે કમાણીનું સુંદર પાચન તો પૂર્વજન્મના ધર્મનો સહારો હોય તો જ થાય. એમાં ભાગ્યનું ય ન ચાલે.