________________
નહિ એસો જનમ બાર-બાર
પાપપ્રતિઘાતશક્તિ, માત્ર ભક્તિમાં
કોણ જાણે કેટલાય જન્મોમાં સેવી સેવીને અસ્થિમજ્જા જેવા એકરસ કરી દીધા હશે પાપસંસ્કારો; આત્માના પ્રદેશ-પ્રદેશમાં ?
પાપ નહિ કરવાના હિમાલયના સંકલ્પો તૂટી પડે છે; તપ-ત્યાગના ભીષ્મ પુરુષાર્થોના પંથે થાકી જવાય છે. વળી એ જ લાચારી; એ જ પરવશતા; એ જ ગુલામી.
પાપનો પડછાયો દેખાયા બાદ કોઈક જ માણસ એનાથી ભાગી છૂટી શકતો હશે.
કોણ તોડી શકે પાપોનું આ આસુરી બળ! આપણો તાતો પુરુષાર્થ પણ નિષ્ફળ ગયો છે.
એક જ ઉત્તર મળે છે : ભક્તિ; ભગવંતની! સાચી ભક્તિ; હૃદયની આરઝુઓથી ખીચોખીચ ભરેલી ભક્તિ! કોક જ કરી શકે છે એવી ભક્તિને! માટે કોક જ બચી શકે પાપોના એ ભયાનક ઝપાટાઓમાંથી!
ભક્તિ એવા ભગવંતની છે જે સર્વથા નિષ્પાપ છે; સર્વથા શુદ્ધ છે. આથી જ એ ભક્તિ પાપપ્રતિઘાતશક્તિ બની રહે છે. જુદી જુદી રીતે પાપનો પ્રાગભાવ તે જાળવી જ રાખે છે.
ભક્ત પાપ કરવા તૈયાર થાય ત્યાં જ ભક્તિ એવી ત્રીજી વ્યક્તિને ઉપસ્થિત કરી દે કે પાપનું નાટક ભજવવાનું બંધ રહી જાય.
બનતા સુધી તો સાચી ઈશ્વરભક્તિ પાપવાસનાને જાગવા દેતી નથી.
આપણે આ ભક્તિતત્ત્વમાં અપાર નિષ્ઠા કેળવવી જોઈએ અને એ નિષ્ઠાપૂર્વક જ જપ, પૂજન, વંદન વગેરે ભક્તિઓને આરાધવી જોઈએ. તે વિનાના માણસને માટે પાપો નહિ છૂટતા હોવાની ફરિયાદો કરવાનું તદ્દન અર્થહીન બની જતું લાગે છે.
સારા (મોક્ષ) કરતાં ખરાબ
(સંસાર) સમજવો
જ્યાં સુધી મોક્ષ ન ગમે ત્યાં સુધી ગમે તેટલી ધર્મક્રિયા કરો; માસ માસના