________________
નહિ ઐસો જનમ બાર-બાર
સંસારસાગરમાંથી પાર ઉતારીને મોક્ષ પમાડવાનો ગૌરવવંતો મહિમા ધરાવે છે, તે જ તીર્થોને અર્થકામપૂર્તિના ચમત્કારોનું ધામ જણાવીને એ લોકો હજારો-લાખો લોકોને ખેંચે છે. સહુ એ જ વાસનાથી તેનો મહિમા વર્ણવતા થાય છે. તીર્થ ઊભું રહે છે; તીર્થત્વનો વિનાશ થાય છે. આમ થતાં એ તીર્થ મિથ્યાદ્દષ્ટિઓનું ધામ બની જાય છે.
૮૧
આવા કારણે કેટલાય તીર્થ હાથમાંથી ગયા; અને કોણ જાણે બીજા કેટલા જશે ?
શંખેશ્વરજીની પણ આવી દુર્દશા તો નહિ થાય ને ? એવો ભયાનક વિચાર મનમાં આવી જાય છે. જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા એ પાલીતાણાનું સિદ્ધક્ષેત્ર હવે ધર્મીઓની નજરમાંથી આઘું થતું જાય અને અર્થકામપોષકતાની દૃષ્ટિએ બીજા કેટલાંક તીર્થોનાં મહિમા જો વધતો જાય તો શું એમ ન કહી શકાય કે હવે જૈનત્વની દશા બેસી ગઈ છે?
સાધ્ય કોણ અને સાધન કોણ? શ્રી અને શ્રીપતિમાં!
શ્રી એટલે લક્ષ્મી! ‘લક્ષ્મી’ શબ્દથી સકળ સુખ સામગ્રી સમજવી.
શ્રીપતિ એટલે ભગવાન!
તમારે શું જોઈએ? તમારે શું બનવું છે? તમારું સાધ્ય શું? તમારે લક્ષ્મી આદિના ભાગ્યોથી સંપન્ન-ભાગ્યવાન-બનવું છે કે ભગવાન બનવું છે?
તમારું સાધ્ય ભગવાન બનવાનું. અને ભગવાન બનવા માટે લક્ષ્મી આદિને સાધન બનાવી દેવાનું ?
ભગવાન બનવામાં ધન, દેહ વગેરે ખૂબ સારા સાધન બની શકે છે; દાન, શીલાદિ દ્વારા સ્તો.
જો સાધ્ય હોય ભગવાનપણાની પ્રાપ્તિ એ સાધન બનતાં હોય ધન વગેરે... તો મારે કશું કહેવાનું રહેતું નથી.
પણ જગત તરફ નજર કરું છું તો આથી ઊલટું જ દેખાય છે.
સાધ્ય બન્યું છે ધન, અને સાધન બન્યા છે દેવ, ગુરુ અને ધર્મ.
લક્ષાધિપતિ કે કરોડપતિ બનવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો