________________
નહિ એસો જનમ બાર-બાર
પાર્શ્વનાથ ગમનારને શું એની વીતરાગતા
ગમતી નથી? અફસોસ
વીતરાગ ભગવાન પાર્શ્વનાથ ખૂબ ગમે અને એમની રાગદ્વેષરહિતતા જરા ય ન ગમે એવું બને ખરું? હા. બધા સંસારરસિક આત્માઓ માટે આવું જ બને. એ લોકો પાર્શ્વનાથને ખૂબ ભજે તે ય સંસારના રાગદ્વેષના પોષણ માટે જ હોય. પાર્શ્વનાથે જે રાગાદિને માર્યા તે રાગાદિને જિવાડવા માટે જ સંસારરસિક લોકો પાર્શ્વનાથને ખૂબ પ્રેમથી પૂજતા હોય! છે ને આ પણ જગતના સઘળા આશ્ચર્યોને ટપી જાય તેવું આશ્ચર્ય!
જેને વીતરાગની વીતરાગતા ખૂબ ગમી જાય એને રાગાદિભાવો જીવનમાં જે ઝંઝાવાતો સર્જે છે એનું તો કેટલું ભયાનક દુઃખ હોય! વીતરાગતાનાપ્રેમીને રાગના જ ઘર સમા બંગલા કેમ ગમશે? સ્ત્રી કેમ ગમશે? કુટુંબનો મોહપાશ શી રીતે સારો લાગશે? રાગથી ખાવાનું એને કેમ ગમશે? જ્યારે જ્યારે રાગાદિમયતા જીવનમાં દેખાય ત્યારે ત્યારે એની આંખો આંસુવિહોણી કેમ રહી શકશે?
આવા મહાત્મા ગૃહસ્થો મંદિરમાં મોજ કરે.... અને જ્યારે નછૂટકે-આજીવિકા માટે મંદિરમાંથી બહાર નીકળવું પડે ત્યારે એ ઉદાસ થઈ જાય. બહાર નીકળીને ઓટલા ઉપર ઢગલો થઈને બેસી જાય. લમણે હાથ દઈને બોલે, “ઓહ! પાછું એ રાગાદિના પાપોથી ભરેલા સંસારમાં મારે જવું પડશે? હે ભગવાનું?”
ક્યાં છે આવા ઓટલે બેસીને નિસાસા નાખતા ભક્તો! કોક તો દેખાડો! ઘડીયાળના કાંટે પૂજા કરનારાઓ, રાગાદિના પોષણ માટે જ પૂજા ભણાવનારાઓ કે આયંબિલ અદ્યુમ વગેરે તપ કરનારાઓ, ઈષ્ટસિદ્ધિ થઈ જાય એટલે પ્રભુને અને તેના તપધર્મને કાયમ માટે સલામ કરી દેનારાઓ વીતરાગના ભક્ત હશે પણ વીતરાગતાના તે શત્રુ જ કહેવાશે. વિસ્તાર તે વીતરાગભક્તમાં શક્ય નથી. વીતરાગતાના જ ભક્તો વીતરાગ બન્યા છે.
કેસરિયાજી જેવી કફોડી સ્થિતિ
શંખેશ્વરજીની ન કરતા અર્થ અને કામના રસિયઓ પોતાની જાત; કુટુંબ, ગામ વગેરેને તો બગાડે જ છે પણ આવા લોકો તીર્થોની તારકતાને પણ દુષિત કરે છે. જે તીર્થો