________________
નહિ એસો જનમ બાર-બાર
હતપ્રહત! નષ્ટવિનષ્ટ!
હે ભગવાન! આજ સુધી તો ભૂલ્યો. પણ હવે ભાન આવ્યું છે. હવે તો રોમ-રોમ પુકાર કરીને તને કહે છે, “હે ભગવાન્ ! મને ભગવાન જ બનાવ! મારે ભાગ્યવાન થવું જ નથી.” એ ભાગ્યોએ જ મારા જીવનનો ભોગ લીધો છે! હવે મારે એ લોભામણી છલનાઓમાં જરા ય ફસાવું નથી. હે ભગવાન્ ! મને ભગવાન જ બનાવ.'
ભગવાન થવાની એક જ ઈચ્છા!
કદી વાંઝણી ન રહે
જગતના જાતજાતના ભાગ્યો પામવાની ઈચ્છાઓ ગમે તેટલી જોરદાર હોય તો ય કદાચ નિષ્ફળ પણ જાય! એક ભવ માટે નહિ, હજારો-લાખો ભવ સુધીમાં ય તે ઈચ્છા ન પણ ફળે.
જ્યારે ભગવાન થવાની ઈચ્છાની વાત સાવ ઊલટી છે. જેને ભગવાન થવાની તીવ્રતમ તાલાવેલી જાગે છે એ છેવટમાં છેવટ આઠ ભવમાં મુક્તિપદ પામી શકે છે.
ભાગ્યવાનું થવાની કરોડો પ્રકારોની ઈચ્છાઓ કદાચ કોઈકને ફળવતી બને તો ય એમાં બીજી ઉપાધિ એ છે કે જેને જે ઈચ્છા પૂર્ણ થઈ તને બીજી અનેક ઈચ્છાઓ ઊભી થાય જ છે. એમ થતાં એ ઈચ્છાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ આત્મા ભારે મનોવ્યથા અનુભવતો રહે છે. આ વ્યથાના દુઃખ પાસે, પૂર્ણ થયેલી એકાદ ઈચ્છાનું સુખ કાંઈ વિસાતમાં હોતું નથી. આમ સરવાળે તો એ આત્મા દુઃખી જ રહે છે.
જ્યારે ભગવાન થવાની ઈચ્છા પૂર્ણ થતાં તો કોઈ ઈચ્છા ન જ રહે એ વાત તદ્દન સહજ છે, કેમ કે ભગવાન થયા એટલે વીતરાગ થયા; એમને ઈચ્છા કેવી?
પણ અજીબની વાત તો એ છે કે ભગવાન થવાની તીવ્ર ઈચ્છા એકવાર જાગી જાય પછી ભગવાન ન થવાય ત્યાં સુધીના સમયમાં પણ જગતના કોઈ પણ ભાગ્યની ઈચ્છા જ ઉભવતી નથી.
ભગવાન થયા પછી તો મોજ છે જ. પણ ભગવાન થયા પહેલાં પણ આ આત્માને અગણિત ઈચ્છાઓની પૂર્તિના ત્રાસના દુઃખો મટી જતાં ભારે મોજ પડી જાય છે.
છતાં કેવી કમનસીબીની વાત છે કે “તો ય માણસને ભાગ્યવાન જ થવું છે – ભગવાન્ થવું જ નથી.