________________
નહિ એસો જનમ બાર-બાર
ભગવભાવ કેમ પ્રગટ ન થયો?
અરે! ભગવદ્ભાવ પ્રગટ થવાની વાત તો દૂર રહી પરંતુ ઈન્સાનભાવ પણ કેમ પ્રગટયો નહિ? નરી હેવાનિયતમાં જ કેમ સબડી રહ્યા છીએ?
આનો ઉત્તર એ છે કે ભગવાન બનાવવા સમર્થ તે ક્રિયાઓ તેને જ ભગવાન બનાવે છે જેની ભગવાન બનવાની તીવ્ર ઈચ્છા છે. સમુદ્રમાં ડૂબતા માણસને ઉગારી લેવા માટે નાવડી સમર્થ છે પણ જે એ નાવડીને પકડે તેને જ ઉગારે ને? ન પકડે એને તો મોટી સ્ટીમર પણ ન ઉગારી શકે.
આપણે ક્યારેય ભગવાન બનવું હતું ખરું? એકાદવાર આત્માને પૂછો તો ખરા કે આજે પણ તારી ભગવાન બનવાની ઈચ્છા છે ખરી? હવે ભાગ્યવાન બનવાના તારા મનોરથો તદ્દન શાંત થઈ ગયા છે ખરા? સુખમય સંસારના ભાગ્યો પણ હવે તારે જોઈતા નથી? બસ! તારે ભગવાન જ થાવું છે? ભગવાન થવા માટે સાધુ જ બનવું છે? તે માટે ઘર ત્યાગવું જ છે?' જો જો શું જવાબ મળે છે તે ? ખાટલે જ મોટી ખોડ છે ત્યાં શું થાય?
આટલી લાતો ખાધા પછી પણ ભાગ્યવાન
બનવાની ભાવના!!!
જ્યારે સંસારની કોઈ સમજણ ન હતી; જ્યારે ભોગસુખોના ભડકાને જીવનનો પ્રકાશ માની લેવાની ભૂલ થઈ ચૂકી હતી ત્યારે તો “ભાગ્યવાન બનવાના સોણલાં જીવનની ખીંટીએ ટિંગાતા રહ્યા હતા એ વાત સુપેરે સમજાય જાય તેવી છે. ઈચ્છા હતી કે લક્ષાધિપતિનું ભાગ્ય પામું ! સૌંદર્યરાણીના પતિનું ભાગ્ય પામું! બે બાળકોના પિતાનું ભાગ્ય પામું! ખ્યાતનામ સાહેબનું ભાગ્ય પાનું! બસ આવાં આવાં અઢળક ભાગ્યથી સંપન્ન બનું.
પણ એ તો જીવનની ઉગમણી બાજુએ બેઠા બેઠા કરેલું બ્રાન્ત દર્શન હતું; કેમકે આથમણી બાજુથી હવે જોતાં સાવ જુદું જ દેખાય છે!
હવે બધાં ય ભાગ્યો સાવ નકલી અને અત્યંત તકલાદી જણાયાં! ધનના ભાગ્ય મંદીના ઝપાટે ધોવાઈ ગયા? પતિના ભાગ્ય વિધુર જીવનમાં પલટાઈ ગયા! પિતાનું ભાગ્ય બાળકોના ગુલામની સ્થિતિમાં ફેરવાઈ ગયું! આરોગ્ય તૂટી પડ્યું! ખ્યાતિઓ વેરાઈ ગઈ!
સંસારનું કોઈ પણ ભાગ્ય પાણીના પરપોટાના સપ્તરંગો જેવું. ક્ષણમાં જ