________________
નહિ ઐસો જનમ બાર-બાર
gu
તમને ભગવાન ગમે છે ખરા?
જેને હૈયે સંસારના સુખોનો તીવ્ર રસ સર્વત્ર રેલાઈ ગયો છે; જેને દુઃખો પ્રત્યે અત્યંત કડવી નજર છે, જેને દુઃખો પ્રત્યે કારમો દ્વેષ છે એ માણસોને હું પૂછું છું કે તમે લોકો જિનાલયમાં શા માટે જાઓ છો? શું તમને લોકોને ભગવાન (ભગવાનપણું) ખરેખર ગમે છે? તમારી ઉપર રાગ કરે તે રાગી ઉપર જ તમને તો રાગ થાય છે. વીતરાગી તો તમારી ઉપર કદી રાગ કરતા નથી પછી તમને એ વીતરાગ ગમે શી રીતે?
બીજી વાત એ છે કે જે રાગદ્વેષ તમને ખૂબ ગમે છે તે જ રાગદ્વેષને આ ભગવાને હજારોવાર જાહેરમાં વખોડી નાખ્યા છે. મોટામાં મોટા પાપ પણ એ રાગદ્વેષ પ્રત્યેના ભારે પ્રેમને જ કહ્યો છે.
આવા ભગવાન તમને ગમે જ શી રીતે? એ હજી મને સમજાતું નથી.
હજી કદાચ એમ કબૂલીશ કે તમને પાર્શ્વનાથ વગેરે ભગવાન ગમતા પણ હશે (જો તમારા ઈચ્છિત ને પૂરું પાડતા હોવાનો તમને વિશ્વાસ જામ્યો હોય તો) પણ એ વીતરાગ ભગવંતોની વીતરાગતા - રાગદ્વેષરહિતતા - તો તમને નહિ જ ગમતી હોય.
અફસોસ! જેને વીતરાગતા ન ગમતી હોય તે આત્મા વીતરાગને કરોડોવાર ભજે તો ય એ કદાપિ વીતરાગી બની શકે નહિ. સાધુ (મામા મહારાજ, બેન મહારાજ તરીકે) ગમે પણ જો સાધુતા ન ગમતી હોય તો સાધુ ગમ્યાથી કોઈ નિસ્તાર નથી.
ભગવાન બનાવવા સમર્થ ધર્મ પણ
ભગવાન ન બનાવી શકે
જિનેશ્વર ભગવંતોએ માર્ગાનુસારી જીવનથી માંડીને વીતરાગ થવા સુધીના જેટલા ધર્મો બતાવ્યા છે તે બધા ય મોક્ષ આપનારા જ ધર્મો છે. સંસાર સુખ પામવા માટે એક પણ ધર્મનું વિધાન તેમણે કર્યું નથી.
મોક્ષ એટલે આપણામાં રહેલા ભગવદ્ભાવનું પ્રગટીકરણ.
હવે પ્રશ્ન થાય છે કે જિનેશ્વર ભગવંતે બતાવેલા-સાધુજીવન સુધીના - બધા ય ધર્મો આપણે અનંતીવાર કર્યા છતાં આપણે કેમ ભગવાન ન બન્યા? આપણો