________________
નહિ ઐસો જનમ બાર-બાર
કરી દીધી છે.
એ દુઃખ છે સેવકપણાના નાશનું. જેણે ભગવાનની ભક્તિ કરી; એની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કર્યું, એ આજ્ઞાઓના પાલન ખાતર સઘળી ઈચ્છાઓ, તમામ પ્રલોભનો, બધા જ સંબંધોને-એના આનંદોને-ઘૂંકી નાખીને ભેખ લીધો એ એક દિવસ સેવક મટીને ભગવાન બની જવાનો.
ભગવાન બન્યા પછી સેવકપણું; અને સેવકપણાના આનંદની સઘળી મસ્તી ચાલી જવાની છે. હવે તો જેમ ભગવાન, ભગવાન. તમે આ સેવક પણ ભગવાનબે ય સરખા બની ગયા. કોઈ કોઈને નમે નહિ; કોઈ કોઈના ગીત ગાય નહિ.
જે ભક્તોએ ભક્તિની અપાર મસ્તી અનુભવી છે એમને ભગવાન થવામાં ય આ દુઃખનું દર્શન થાય છે, અને તેથી જ તેઓ સદા ભગવદ્ભક્ત રહેવાનું જ જાણે પસંદ કરતા હોય તે રીતે પ્રાર્થના સૂત્રમાં ભવોભવમાં ભક્તિ માંગે છે. - હવે વિચારો કે આનંદ ક્યા જપમાં આવે? સોડä ના જપમાં? કે તાસોઢું ના જપમાં? જપો સદા હાસોઢું એમાંનો “હા” આપમેળે ઊડી જ જવાનો હોય તો પછી આપણે વાંધો ન લેવો.
પ્રભુદર્શન કરતાં અર્થકામવાસના
સંભવિત જ નથી ભાવુકાત્મા મંદિરમાં જઈને ખરેખર પ્રભુનું જ દર્શન કરે તો ત્યાં ઊભા રહીને પરમાત્મા પાસે અર્થકામની કોઈ પણ યાચના કરવાનું સંભવિત જ લાગતું નથી.
દર્શન જો પ્રભુનું જ થતું હોય તો તે વખતે અર્થ કે કામ સંબંધિત વાતો એ જ આંખની સામે આવીને શી રીતે ઊભી રહે?
દર્શન કરતાં કરતાં અંતર જો પ્રભુનું જ સ્મરણ કરતું હોય તો એ અંતરમાં અર્થકામનું સ્મરણ જ શી રીતે થાય?
અને અર્થકામનાં સ્મરણ અને દર્શનના અભાવમાં એની યાચના કરવાની તો વાત જ રહેતી નથી.
પ્રભુના દર્શનથી પ્રભુમય બની જવાય. એ વખતે તો આર્થિક ભીંસના કે કામાસક્તિના સઘળા ય દુઃખોનું વિસ્મરણ જ થઈ જાય. કદાચ એ દુઃખોને રટતો આવતો ભક્ત પણ જ્યારે પ્રભુદર્શન કરે ત્યારે તો બધુંય ભૂલી જ જાય. હા..