________________
નહિ એસો જનમ બાર-બાર
હે ભગવાન મને ભગવાન જ બનાવ
હવે મારે ભાગ્યવાન થવું નથી ભગવંતની સામે ઊભેલા ખરા ધર્માત્માની ભાવના કેવી હોય? જરા કાન દો અને એને સાંભળો.
હે ભગવાન્ ! તને કરાતાં ભાવભર્યા નમસ્કારથી જો કાંઈ બની શકાતું હોય તો મને ભગવાન જ બનાવ. હવે મારે ભાગ્યવાન થવું નથી.
રૂપવતી કન્યાનો કંત બનવાના ભાગ્ય પણ મેં જોઈ લીધા! ઓહ! નરી ગુલામ દશાનો અનુભવ કરી રહ્યો છું.
લાખોની સંપત્તિના માલિકોના ભાગ્ય પણ મેં આખેઆંખ જોઈ લીધા! એ બિચારાઓના અંતર વાસનાની આગોથી ઘેરાઈ ચૂક્યા છે. કૌટુંબિક જીવનની ચોમેર અશાંતિની આગે ભરડો લઈ લીધો છે. એમને ખાવું ય ભાવતું નથી; ઊંઘ પણ આવતી નથી.
બાળકોના પિતાનું ભાગ્ય પણ જોવાઈ ગયું. હવે તો બે બાળકનો બાપ બનીને એ દીકરો મારી ગળચી ન પકડે તો નસીબદાર!
મિત્રોની દગાબાજીઓ જોઈ! મુનિમના શેઠ બનીને વિશ્વાસઘાતોના ખેલ પણ જોયા! સત્તાના સ્વામી બનવાનું ભાગ્ય પામીને લાતો પણ ખાઈ લીધી. દેહના આરોગ્યનું ભાગ્ય પણ જોઈ લીધું! સાવ તકલાદી! સ્નેહીજનોના સંગાથનું ભાગ્ય પણ પરખી લીધું! સાવ નકલી!
માટે જ કહું છું કે હે ભગવાન! મને ભગવાન જ બનાવ. બસ પછી આમાંની કોઈ ઉપાધિ નહિ. મસ્ત રહેવાનું સચ્ચિદાનંદ સ્વરૂપની મસ્તીની રસછોળમાં.
ભગવાન થવામાં ય એક દુઃખ
દુઃખમાં તો દુ:ખ ઘણાં ગણાવી શકાય છે. સુખમાં ય બે દુઃખ તો જરૂરી ગણાવી શકાય છે. એક ઈર્ષ્યાનું અને બીજું અતૃપ્તિનું.
પરંતુ ભગવાન થયા પછી પણ એક પણ દુઃખ ઊભું રહે છે એ વાત સાપેક્ષ રીતે મારે તમને જણાવવી છે. આ જ કારણે તો મહાશ્રાવક કવિ ધનપાળે પરમાત્માની ભક્તિ કરતાં એક પંચાશિકામાં ભગવાન થવાની અનિચ્છા આડકતરી રીતે વ્યક્ત