________________
નહિ ઐસો જનમ બાર-બાર
જ સિદ્ધ કરવા મથતા હોય છે.
સાધ્ય એવા ધર્મને કોઈ અધર્મનું સાધન બનાવવો એના જેવી ઘોર આશાતના ધર્મની કઈ હોઈ શકે? જ્યાં લેતી-દેતીનો વ્યવહાર થયો તે બજાર કહેવાય; તે માલ બજારુ કહેવાય. “તું મને ઈષ્ટ દે; હું તને ૧ રૂપિયો દઈશ.” એ ધર્મ સાથેનો બજારુ વેપલો નથી તો બીજું શું છે?
જો તમારા ધર્મો અધર્માભિમુખ બની જશે તો તમારી મુક્તિ માટે હવે કોઈ ઔષધ લાગુ પડી શકનાર નથી.
અ.
જો બુદ્ધિ થાપ ખાતી હોય તો
અનુબંધ ખરાબ સમજવો પુણ્યનો કે પાપનો બંધ મહત્વનો નથી; કેમકે તે તો સુખદુઃખની સામગ્રી જ આપી શકે. અનુબંધ જ મહત્ત્વનો છે જે આપણને સારા કે ખરાબ બનાવી શકે છે.
જેને અનુબંધ પાપનો મળ્યો તેની બુદ્ધિ થાપ ખાય; અને તે આત્મા ખરાબ બને. જેને અનુબંધ પુણ્યનો મળે તેની બુદ્ધિ સ્વસ્થ રહે અને તે આત્મા સારો જ બની રહે.
વિનાશીમાં અવિનાશનું ભાન; અશુચિમાં શુચિનું ભાન; અશરણમાં શરણનું ભાન.... ઈત્યાદિ બુદ્ધિની થાપો છે. આ આત્મા અવશ્ય ખરાબ બની જવાનો. પછી ચાહે તે બંગલાવાળો શ્રીમંત હોય કે ઝૂંપડાવાળો ભિખારી હોય. બચરવાળ હોય કે વાંઝીઓ હોય. ગમે તે સ્થિતિમાં હોય.
ગમે તેમ કરીને બુદ્ધિને સુધારવી જ રહી. એ માટે અનુબંધને સુધારવો જ રહ્યો. કેમ કે બુદ્ધિના સારા-નરસાપણાંની જડ અનુબંધમાં પડેલી છે.
આ માટે એક જ ઉપાય છે; જિનવાણીનું સતતશ્રવણ-અર્થાત્ સંત સમાગમ. વાણી સાંભળવાથી જ રાગદ્વેષના વિષ વ્યાપતા અટકે છે; જાણે કે એક સ્થાને આવીને રહી જાય છે; પછી સમજાયું એટલે એ વિષનું વમન થયું. પછી પામતા તો વાર જ ન લાગે. રોહિણીને ચોર દ્રવ્ય શ્રવણ માત્રથી અંતે કલ્યાણને સ્પર્શી ગયો ને? ગારુડિક, મંત્ર પાઠાદિનું શ્રવણ કરાવીને જ પહેલાં તો શરીરમાં વ્યાપેલા વિષને ડંખ ભાગે લાવી મૂકે છે. પછી તે વિષને ચૂસી લેવાનો પુરુષાર્થ કરતાં ઝાઝી વાર લાગતી નથી. શ્રવણ વગેરે દ્રવ્ય ક્રિયાઓ રાગાદિવિષને એક કો. કો. સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિમાં લાવી મૂકે છે, પછી જો સ્વપુરુષાર્થે શક્ય બને તો એ વિષ ચૂસી