________________
૬૬
નહિ એસો જનમ બાર-બાર
પરલોકદૃષ્ટિ જ ખોઈ બેસે છે. પરલોકને જોવા માટે સાવ અંધ બની જાય છે. છતી આંખે બિચારાને અંધ બનવું પડે છે. - હવે વાત અહીંથી જ અટકતી નથી. જેનો અનુબંધ ખરાબ થયો એની ખરાબીઓનો અંત જ આવતો નથી. પરલોકદૃષ્ટિ ખોઈ નાખ્યા પછી એ બિચારો મરણનો ભય પણ ખોઈ બેસે છે. એ પછી પાપનો ભય પણ ચાલ્યો જાય છે.
પછી તરત જ એની બુદ્ધિ ખરાબ થાય છે. બિચારાનું જીવન સઘળાં ય પાપોથી ખરડાઈને કાળુ મેશ-મહોતાં કરતાં ય કાળું મેંશ – થઈ જાય છે.
હજી આગળ વધી જેને પુણ્યના બંધ સાથે પાપના અનુબંધ વળગ્યા તેને ધર્મનાયોગના-સ્થાનો પણ પાપના-ભોગના-સ્થાનો બની જાય છે. દાનાદિ ક્રિયાઓ પણ નામના વગેરે કમાવવા માટેના સાધનો બનીને સંસાર વધારી મૂકવામાં નિમિત્ત બને છે. બિચારો કાંઈ પણ સારું કરે તો ય સંસાર વધારવામાં જ નિમિત્ત બને. મેદવૃદ્ધિની તાસીરવાળો દૂધ પીએ કે ઘી ખાય બધું ય મેદ જ વધારે છે ને? જેવા કંજુસના હાલ તેવા આ દાનીના; જેવા દુરાચારીના હાલ તેવા શીલવાનના; જેવા ભોગીના હાલ તેવા તપસ્વીના. ફરક માત્ર મનની ભાવનામાં; કર્મના બંધમાં. બીજું બધું સમાન –
તમારો ધર્મ ધર્માભિમુખ છે કે
અધર્માભિમુખ
ધારો કે એક પર્વતના ચઢાણમાં બે હજાર પગથિયાં છે. એમાંના એક હજારમાં પગથિયાં બે માણસો ઊભા છે. એક ચડી રહ્યો છે; તો બીજો ઊતરી રહ્યો છે. ચડતા માણસનું એ જ પગથિયું ઉત્થાનાભિમુખ કહેવાય; જ્યારે ઊતરતા માણસનું એ જ પગથિયું પતનાભિમુખ કહેવાય. એટલે એક જ પગથિયું હોવા છતાં આપણને એકને સારું કહીશું બીજાને સારું નહિ કહીએ.
જગતના જીવોમાં જેઓ ધર્મ કરે છે તેમના પણ આવા જ બે પ્રકારો છે. કેટલાકનો ધર્મ ધર્માભિમુખ હોય છે કેટલાકનો એ જ ધર્મ અધર્માભિમુખ હોય છે. એટલે તમામ ધર્મને (ધર્મક્રિયાને) આપણે વખાણી શકતા નથી. જે ધર્મ, અધર્માભિમુખ હોય તેના કદી વખાણ ન થાય. સંસારની આસક્તિઓને પોષવા માટે જ જેઓ ધર્મક્રિયા કરે છે તે લોકોનો ધર્મ અધર્માભિમુખ છે. એમને ધર્મતત્ત્વ સાથે કશી લેવાદેવા હોતી નથી. ધર્મને તો સાધન બનાવીને એ લોકો સાધ્ય બનેલા અધર્મને