________________
નહિ ઐસો જનમ બાર-બાર
૬૫
ભાવે ભાવના ભાવીએ એટલે શું?
ભાવ અને ભાવનામાં કોઈ ફેર ખરો ? હા. અપેક્ષાએ ફેર છે. આથી જ ‘ભાવે ભાવના ભાવીએ' કહ્યું છે ને ?
ભાવથી દાન દેવું; ભાવથી શીલ પાળવું; ભાવે તપ કરવો એ વાત તો હજી સમજાય પરંતુ ભાવથી ભાવના ભાવવી એટલે શું ?
ભાવના એટલે મનની વિચારણા અથવા મનમાંથી ઊઠતા ભાવો. ભાવનાનું જન્મસ્થાન મન છે.
જ્યારે ભાવનું જન્મસ્થાન આત્મા છે. મનથી પણ આત્મા ૫૨ છે માટે ભાવનાથી પર ભાવ છે.
એક માણસ વાણી અને કાયાથી ધર્મ કરે પરંતુ મનની ભાવનાથી જો ન કરે; ઊલટું; મનથી તો પરાણે ધર્મક્રિયા કરે તો વાણી અને કાયામાત્રથી કરેલી ધર્મક્રિયાથી પાપકર્મો જ બંધ થાય; પરંતુ કેટલાક માણસો વડીલોની ઈજ્જત; આજ્ઞા; ઈચ્છા વગેરેના કારણે મનની ઈચ્છા ન હોવા છતાં મનને મનાવી લે અને પછી મન, વચન અને કાયાથી ધર્મક્રિયા કરે તો તેમને અવશ્ય પુણ્યકર્મનો બંધ થાય. પરંતુ આ પુણ્યકર્મ પુણ્યાનુબંધી તો ત્યારે જ બને જ્યારે આત્માનો ભાવ એ ક્રિયામાં ભળે. આત્માનો એ ભાવ શું? એ ભાવ એટલે આત્માનો ઝોક પણ મોક્ષપ્રાપ્ત ધર્મક્રિયા તરફ સહજ રીતનો હોય તો જ એ ત્રિક૨ણયોગની ક્રિયા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે. આ જ વાત મન-વચન અને કાયાથી થતી પાપક્રિયામાં ય સમજવી. જો પાપક્રિયા પ્રત્યે આત્માનો ઝોક જ ન હોય; તો તે પાપક્રિયા ભયાનક સંસારને વધારનારી બની શકે નહિ. આથી જ કહ્યું કે મનની ધર્મ પ્રત્યેની ભાવનાઓ પણ આત્માના ભાવપૂર્વકની હોવી જોઈએ. ટૂંકમાં ભાવ એટલે સમ્યકત્વ કે મિથ્યાત્વ.
અનુબંધ બગડયો એટલે શું ન બગડયું?
પુણ્યકર્મના બંધથી સુખની સામગ્રી મળે; કદાચ તેમાં કશી ય ઊણપ ન રહે પરંતુ પુણ્યના અનુબંધ વિના સારાપણું તો ન જ મળે; સારાપણા વિના શાંતિ ય ન મળે. શાંતિ વિનાના કરોડો રૂપિયા પણ અંગારાની જેમ દઝાડવાનું જ કામ કરે.
અનુબંધ બગડવાથી તો ઘણી બધી બાબતો ચિંતાજનક બની જાય છે. એ આત્મા