________________
וד
૬૪
નહિ ઐસો જનમ બાર-બાર
પુણ્યકર્મના બંધના જ પ્રેમી થવા કરતાં પુણ્યના અનુબંધના પ્રેમી બની જવા તરફ વધુ લક્ષ આપો.
પાપનો બંધ તો એકાદ નરક આપી દે એટલું જ. પણ દુર્ગતિની પરંપરા ચલાવવાની તાકાત પાપના અનુબંધમાં છે. એમ પુણ્યનો બંધ તો બંગલા, મોટર આપીને છૂટી જાય પણ પુણ્યના અનુબંધ જ તેમાં અનાસક્તિની સાધનાની ભેટ કરી શકે.
જીવન ખરાબ = અનુબંધ ખરાબ
જગતમાં જો માત્ર કર્મનો બંધ જ વિદ્યમાન હોત તો પુણ્ય કર્મના ઉદયથી એક વર્ગ સુખીઓનો હોત અને પાપકર્મના ઉદયથી બીજો વર્ગ દુઃખીઓનો હોત. આમ બે જ વર્ગ હોત; સુખી અને દુઃખી.
પરંતુ કર્મના બંધની જેમ કર્મના અનુબંધની પણ હસ્તી છે, માટે જ ઉપરોક્ત બે વર્ગમાં પ્રત્યેકના બે પેટા ભેદ પડતા ચાર વર્ગ પડી જાય છે. પુણ્યનો અનુબંધ આત્માને સારો બનાવે; પાપનો અનુબંધ ખરાબ બનાવે. સુખીઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય; દુઃખીઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય.
એટલે જીવનની ખરાબી પાછળ દેખીતા કુસંગ વગેરે જેમ કારણ તરીકે ગણાય છે તેમ અનુબંધની ખરાબી પણ કારણભૂત છે. આ વાત સમજાશે તો અનુબંધોની ખરાબીને ખતમ કરવાની ઈચ્છા થશે. તેમ થતાં તેના ઉપાયો જાણવાની ભાવના જાગશે. તે ઉપાયોમાં દુષ્કૃતગર્યાદિ પ્રાપ્ત થશે અને તરત જીવન સારું બનવા લાગશે. પાપના અનુબંધો તૂટે અને પુણ્યના અનુબંધો જોડાય એટલે તરત જીવન સારું બની જાય.
જેમ જીભ ખરાબ દેખાય તો પેટ ખરાબ છે એમ તરત કહેવાય; જો આંખોમાં પીળાશ દેખાય તો લીવર ખરાબ છે એમ તરત કહેવાય; જો ચામડી ઉપર ગડગૂમડ દેખાય તો તરત એમ કહેવાય કે લોહી ખરાબ છે. એમ કોઈ પણ સુખી કે દુ:ખી માણસનું જીવન ખરાબ દેખાય તો આપણે તરત કહેવું પડે કે એનો અનુબંધ ખરાબ છે.
જીવનની ખરાબીઓને દૂર કરવા માટે કુસંગ ત્યાગાદિના અને સત્સંગ સેવનાદિના ઉપાયો જેમ જરૂરી છે તેમ અનુબંધને સુધારવા તરફ પણ લક્ષ આપવાનું અનિવાર્ય છે.