________________
નહિ એસો જનમ બાર-બાર
છીએ. કરેલા પાપોના ટાઈમબોમ્બ ફૂટે નહિ તે પહેલાં જ આપણે ઉપરના ઝપાટાઓમાંના અનુકૂળ ઝપાટાની અસર નીચે તે કર્મોને લાવી દેવા જોઈએ. પાપકર્મોને પુણ્યમાં ય ફેરવી શકાશે; ન ફરે તો ય તેના સ્થિર-રસ તોડી શકાશે. જો માત્ર સ્થિતિ અને રસ તૂટી જાય તો ય આપણે ઘણું કમાયા!
આટલું તો આપણે જરૂર કરીએ. શુદ્ધ દિલથી સાચો ધર્મ કરીએ. ધર્મ એ માતા છે. આપણું બધું ય સારું કરશે.
ભલે કરાંજીને કેરી ખાધી પણ પાછળથી સુંઠનો ફાકડો લેવાય તો.... તો આફરો ન ચડે. ભલેને પછી કેરીના લોચાને પચાવવા પડે... કાઢવા પડે.... તેમાં કશો ઝાઝો ત્રાસ નથી.
પાપબંધથી દુઃખી થનારાઓ
પાપાનું બંધને કેમ ચલાવે છે? ધારો કે તમારા હાથે બારણું બંધ કરતાં અનુપયોગને લીધે ઊંદરડી ચગદાઈ ગઈ કે કબૂતરીનું ઈંડું ફૂટી ગયું. કહો! તમને શું થાય? અતિશય ત્રાસ, ખેદ અને અરેરાટી જ ને? બરોબર છે એમ થવું જ જોઈએ. જૈનકુળમાં જન્મેલાને આટલું થાય તેમાં નવાઈ નથી.
પરંતુ જેને આવું સંવેદન થાય છે તેમને મારે પૂછવું છે કે જિનપૂજા; સામાયિક, મંત્રજાપ; દુઃખિતની દયા વગેરે કરતી વખતે તમારા આત્માનો ઝોક સંસારના સુખો તરફ જ રહ્યા કરે છે ખરો?
દાન દેતી વખતે ય પ્રેમ તો લક્ષ્મીનો જ ને? શીલ પાળતી વખતે ય વાસના તરફ જ કૂણી લાગણી ને ? તપ કરતી વખતે પણ પક્ષપાત ત આહારસંજ્ઞાનો જ ને?
આનું જ નામ આત્માનો અશુભ ઝોક! આવા ઝોકથી અનુબંધ તો પાપનો જ પડે.
પૂજા વગેરે ધર્મક્રિયાથી ભલે બંધ પુણ્યનો પડે પણ આવી સ્થિતિમાં અનુબંધ તો પાપનો જ પડે.
કહો આવા પાપી અનુબંધનો તમને ત્રાસ છે ખરો? યાદ રાખો કે પાપકર્મના બંધ કરતાં પાપના અનુબંધ ખૂબ ખતરનાક છે.