________________
નહિ એસો જનમ બાર-બાર
સાથે જ કોઈ ભૂતની જેમ પેલો દર્દી છળી ઊઠે અને જો એમ કહે કે, “હું આમાં ઝેરબેર છે એમ માનતો જ નથી. તમારા ડૉક્ટરે ભલે તમને આ વાત કરી. લાવો.. હમણાં જ એ બાટલીનું દ્રાવણ પી લઉં...”
અને... ધારો કે ખરેખર તે દ્રાવણ પીએ તો શું થાય? મરે જ ને? ‘ન માનવાથી’ થોડો જ બચાવ થવાનો છે?
પરલોક પણ છે જ... નિશ્ચિતપણે છે જ.... તમારે ન માનીને મનઃસમાધાન કરવું હોય અને પાપોનો ધૂમ વેપાર જીવનના આંગણે ચલાવવો હોય તે તમે જાણો પણ તેથી કાંઈ પરલોક મટી જનાર નથી.
કેરી ભલે કરાંજીને ખાધી,
- હવે સૂંઠનો ફાકડો મારી દો જનમોજનમ ભમતા આવતા આત્માએ કેટલા પાપ બાંધ્યા હશે? કયું પાપ નહિ કર્યું હોય? કર્મના અનંતાનંત પરમાણુઓ પોતાની ઉપર જામ કરી દઈને સ્વરૂપની જાણે હસ્તી મટાડી દીધી હોય તેવો હવે તો જડ બની ગયો છે.
એણે કર્મની પ્રકૃતિઓ પાપની બાંધ્યે રાખી; પાપક્રિયાઓ પૂરી મોજથી કરી એટલે એ કાર્મિક રજકણોની સ્થિતિ ખૂબ ત્રાસમય બને એટલી લાંબી બાંધી! અને એમાં રસ પણ એટલો બધો રેડી દીધો! રાડ પડાવી દે એવો!
ખેર.... બન્યું; તે બન્યું હવે શું કરવું? શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે કર્મો બંધાતાની સાથે જ ઉદયમાં આવતા નથી. સામાન્ય રીતે કેટલાક વર્ષો કે યુગોના યુગો સુધી તે કાર્મિક રજકણો શાંતિથી પડી રહેતી હોય છે. આ શાંતિકાળને અબાધાકાળ' કહેવામાં આવે છે. આ સમયના જાગી ગયેલા આત્માએ પૂરેપૂરો લાભ ઉઠાવી લેવો જોઈએ. અબાધાકાળના સમયમાં આઠ કિરણોની કર્મ ઉપર અસર થઈ શકે છે. આઠ કરશો એટલે આઠ પ્રકારના ઝપાટાઓ. એક ઝપાટો કર્મને બાંધી રાખે છે; બીજો એનું આખું ય સ્વરૂપ જ બદલી નાંખે છે; ત્રીજો સ્થિતિ રસને વધારી મૂકે છે; ચોથો સ્થિતિ રસને ઘટાડી મૂકે છે; પાંચમો કર્મના નિયતકાળથી વહેલા ઉદયમાં લાવી દે છે; છઠ્ઠો કર્મના તોફાનને શાંત રાખે છે; સાતમો અમુક સ્થિતિમાં જકડી રાખે છે. જ્યારે આઠમો ઝપાટો કર્મના રજકણોમાં ઉપરોક્ત કોઈ ફેરફાર થવા દેતો નથી.
આપણી પાસે અગણિત કર્મોનો અબાધાકાળ પડયો છે. માટે જ સુખેથી બેઠા