________________
નહિ ઐસો જનમ બાર-બાર
રજકણોને ઊખેડી પણ દેવાય; પુણ્યકર્મ દ્વારા પાપકર્મરૂપી રજકણોને પુણ્યકર્મમાં ફેરવી પણ શકાય; કેટલાક પાપકર્મોની રજકણોનું તીવ્ર બળ હોય તો તે ઘટાડી વધારી શકાય; તેમનો સમય પણ ઓછોવત્તો કરી શકાય.
૬૧
ટૂંકમાં રજકણોના શાંતિકાળમાં લગભગ બધી બાજી તમારા હાથમાં છે. ઉદયકાળમાં સઘળી વાત હાથબહારની બની જાય છે. કેટલાક પ્રારબ્ધ (નિકાચિત) કર્મો જ એવા હોય છે જેની ઉપર આપણો પુરુષાર્થ નિષ્ફળ જાય છે; પણ એમની સંખ્યા અત્યંત ઓછી હોય છે. બાકી તો કર્મના શાંતિકાળમાં તો બગડેલી ઘણી બાજી સુધારી શકાય અને સુધરેલી બગાડી પણ શકાય. શું કરવું ? એ આપણે નક્કી કરવાનું છે.
પરલોક છે; છે; ને છે જ
એક રાની બિલાડો, વામણા ઉંદરની સામે મોં ફાડીને-તરાપ મારવા તાકીને બેઠો છે. એને જોઈને ‘બિચારો’ ઉંદરડો થરથર ધ્રૂજે છે. એનાથી એ ભયાનક બિલાડો જોયો જાતો નથી. એ એકદમ આંખો મીંચી દે છે. પછી તેઓ મનોમન ખુશ થઈ જાય છે અને એવું સમાધાન વાળે છે, ‘‘બિલાડો જતો રહ્યો છે; કેમકે હવે દેખાતો જ નથી. જો હોત તો જરૂર દેખાત બસ... હવે જરા ય ભય રહ્યો નથી.’’
કહો, આ ઉંદરમામો કેટલો બેવકૂફ ગણાય ? બરોબર આવી સ્થિતિ ભોગરસિક આત્માઓની હોય છે. પાપના ફળરૂપે પ્રાપ્તિ થતી દુર્ગતિઓની વાત એમના કાન સાંભળી શકતા નથી, એટલે જ તર્કવાદને જરા ય અડયા વિના બેધડક કહી દે છે, “પરલોક-બરલોક છે જ નહિ; પછી આવી બધી વાતો કરવાનો અર્થ જ શું છે?''
આવા માણસો પ્રત્યે મારા જેવાને તો ખૂબ દયા આવે છે. આ લોકો તર્કના ધડ માથા વિનાની કેવી અધ્ધરતાલ વાતો તર્કવાદના જમાનામાં કરે છે!
કોઈ દવાખાનાના ડૉક્ટર બહાર ગયા છે, એકલો કમ્પાઉન્ડર દવાખાનામાં બેઠો છે. એ વખતે એક દર્દી આવે છે. બાંકડા ઉપર બેસીને ડૉક્ટરના આગમનની પ્રતીક્ષા કરે છે, એટલામાં એની નજર કોઈ દવાની બાટલી ઉપરના લેબલ ઉપર પડે છે. એની ઉપર લખ્યું છે. "Poision" (ઝે૨)
કમ્પાઉન્ડરને પૂછતાં, તેણે પણ એમ જ કહ્યું કે “ડૉક્ટર સાહેબે આ વાત મને કરી છે કે આ બાટલીમાં ઝે૨ છે. ખૂબ સાવધાન રહેજે.'' આ વાત સાંભળતાની