________________
૬O
નહિ એસો જનમ બાર-બાર
આવા લોકોને એ ઘાતમાંથી ઉગારી લેવા માટે એમ સમજાવવું છે કે સુખ તો પુણ્યોદયથી જ મળે. ધર્મ કરવા છતાં જો પૂર્વજન્મના પુણ્યનો કે આ જન્મના ઉગ્ર પુણ્યનો ઉદય જ ન થાય તો સખનું સ્વપ્ન પણ જોવા ન જ મળે. પુણ્યના ઉદય વિના તે ભોગસુખ કદી મળે? જો આ વાત એ વર્ગને બરોબર સમજાઈ જાય તો એમની ધર્મશ્રદ્ધાને કદી આંચકો ન આવે. એમ થતાં એ ધાર્મિક વર્ગ વધુને વધુ ધર્મશ્રદ્ધાળુ બનતો જાય.
આપણે ધર્મ કરતા વર્ગને ગમે તેમ કરીને જીવતો રાખવો છે. એના જીવનમાં સીધી કે આડકતરી રીતે સમગ્ર વિશ્વનું જીવન ધબકાર કરતું રહેવાનું એ એક અસંદિગ્ધ સત્ય છે.
કર્મવાદ એ કાંઈ ડોશીનો
રોદણાવાદ નથી જૈન દર્શનમાં કર્મનું જે તત્ત્વજ્ઞાન છે એને ખૂબ સારી રીતે સમજવું જોઈએ. કેટલાક લોકો અધકચરું જ્ઞાન મેળવી લઈને એવો અભિપ્રાય બાંધે છે કે, “કર્મનું વિજ્ઞાન એ વાત શીખવે છે કે જે કર્મમાં લખ્યું હોય તે જ થાય. જે થવાનું હોય તે થયા કરે; એમાં આપણું કશું ય ન ચાલે.”
આ વિધાન બરોબર નથી. જૈનદર્શનમાં કર્મની રજકણોના શાંતિકાળનો જે વિચાર દર્શાવવામાં આવ્યો છે એનું ઊંડાણથી ચિંતન કરશો તો એ વાત જણાશે કે કર્મવાદ તો આપણને નક્કર પુરુષાર્થવાદી બનવાની શીખ આપે છે.
કોઈ પણ કાર્મિક રજકણ આત્મા ઉપર ચોંટી જાય છે ત્યાર પછી તરત જ તે રજકણો તેનો પરચો બતાવતી નથી. સામાન્ય રીતે કેટલાક માસ, વર્ષ કે ઘણા યુગો સુધી પણ એ રજકણો આત્મા ઉપર શાંતિથી પડી રહે છે. આ રજકણોને આપણે ‘ટાઈમ-બોમ્બ'ની ઉપમા આપી શકીએ. જ્યારે જે રજકણનો શાંતિથી રહેવાનો કાળ પૂર્ણ થાય કે તરત જ તે રજકણો પોતાનું સ્વરૂપ દેખાડે. કોઈ શ્રીમંતને ભિખારી બનાવી દે; કોઈ લારીવાળાને લખપતિ બનાવી દે; અલમસ્તન કેન્સરની ગાંઠ દેખાડી દે; સત્તાવિહોણાને સત્તાની ખુરશી ધરી દે. આ બધો ય પ્રભાવ એ રજકણોના ટાઈમ-બોમ્બ ફૂટતાની સાથે જ જોવા મળે.
પણ જ્યાં સુધી આ રજકણો શાંતિથી પડી રહે છે ત્યાં સુધી એનામાં ઘણા બધા ફેરફારો થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે એમ જૈનદર્શન કહે છે. તપધર્મ દ્વારા