________________
નહિ ઐસો જનમ બાર-બાર
૫૯
પરાણે” અને “મજેથી બે ય કાયમ રાખો પણ એની પાટલી બદલી નાખો એટલું જ જરૂરી છે.
મમ્મણશેઠે પોતાના પૂર્વભવમાં મુનિને દાન દેવાનું પુણ્ય તો કર્યું પરંતુ એના અંતમાં એ પરાણે થઈ ગયું બિચારો મમ્મણશેઠ બન્યો પણ મળ્યા તેલ-ચોળાના જીવન; અને માહ માસની કડકડતી ઠંડીના હિમ જેવા પાણીમાં કચ્છો લગાવીને ભુસકા! કેટલો કંગાળ અબજોપતિ!
ખંધક મુનિના જીવે તડબૂચની છાલ ઉતારવાનું પાપ તો કર્યું પણ મજેથી' – ભારે રસ સાથે કર્યું. પરિણામ? ખંધકમુનિના ઉત્કૃષ્ટસંયમી જીવનમાં પોતાના ચામડા ઊતર્યા અને મોત ભેટયું! મહારાજા શ્રેણિકનું સગર્ભા હરિણીને તીર મારવાનું પાપ મજેથી” થઈ ગયું માટે તો એમની પહેલી નારક અફર બની ગઈ ને?
પુણ્ય ભલે થોડું થાય; પણ મજેથી કરો. પાંચ જ દ્રમ્મનું દાન દેતા ભીમા કુંડલીઆની જેમ; કે રોજ એક જ સાધર્મિકની ભક્તિ કરતા પુણીઆ શ્રાવકની જેમ....
સુખ પુણ્યોદયથી; ધર્મથી નહિ
ધર્મથી સુખ મળે છે..... ‘ધર્માત સુરમ્' એ શાસ્ત્ર-વચનની સામે પડવાની આ વાત નથી પણ અહીં બીજા વિચાર ઉપર મારે પ્રકાશ ફેંકવો છે. ધર્મથી સુખ મળે છે એ શાસ્ત્ર વચનમાં એ વાત ગર્ભિત છે કે ધર્મથી બંધાતા પુણ્યકર્મનો ઉદય થતાં સુખ મળે છે. “દૂધથી લોહી થાય છે” એ વાક્યમાં ય દૂધનું પાચન થતાં લોહી થાય છે એવો ગર્ભિતાર્થ નથી શું? છતાં જેમ દૂધથી લોહીનું વિધાન સાચું છે તેમ ધર્મથી સુખનું વિધાન પણ સાચું જ છે.
પરંતુ જ્યારે વધુ ઊંડાણથી વિચાર કરવો હોય ત્યારે એમ કહી શકાય ખરું કે, “દૂધ પીવાથી લોહી ન થાય પણ દૂધના પાચનથી લોહી થાય.” એ જ રીતે પ્રસ્તુતમાં પણ એમ કહી શકાય ખરું કે ધર્મથી સુખ ન મળે પણ પુણ્યોદય જાગે ત્યારે સુખ મળે. આ વિધાન એકદમ ચોક્કસ છે.
આ વિધાન અહીં એટલા માટે મૂકવાની ઈચ્છા થઈ છે કે ધર્મ કરનારાઓને જ્યારે સુખ જોવા ય મળતું નથી ત્યારે તેમના અંતરની ધર્મશ્રદ્ધા હલબલી ઊઠે છે. એક પ્રશ્ન જાગી જાય છે કે, “જો ધર્મથી સુખ મળતું હોય તો મને કેમ મળતું નથી!”
આવી કફોડી માનસિક સ્થિતિમાં ઘણો મોટો ધાર્મિક વર્ગ મુકાઈ ચૂક્યો છે.