________________
નહિ ઐસો જનમ બાર-બાર
ઈર્ષ્યા અને અતૃપ્તિને જન્માવતી આસક્તિનો પિતા, કોણ છે એ વિચારવું જોઈએ.
૫૮
એનું નામ છે અવિનાશિત્વ-ભ્રમ.
ભોગની વસ્તુ જાણે કાયમ માટે રહેવાની છે. એવો સંકલ્પ જેના અંતરમાં પેદા થાય તેને આસક્તિ જન્મે.
આ સંકલ્પને ખતમ કરો. તે માટે સુખને દેતું પુણ્ય વિચારો. એ બિલકુલ બિનભરોસાદા૨-જરાય વિશ્વાસ નહિ કરવાલાયક તત્ત્વ છે એ વાતને મગજમાં ખૂબ રગડો. એકાએક દગો દઈને અધવચમાં રખડાવીને-મજેથી રવાના થઈ જતા પુણ્ય ઉપર જો આપણા સુખ ટકતાં હોય તો એના ભરોસે આપણું થાય શું? આજે કરોડપતિ! કાલે એકાએક ભિખારી! આજે નિરોગી! કલાક પછી હાર્ટ-એટેકનો રોગી! હમણાં ગૃહપ્રધાન બનીને સત્તાના સિંહાસને! બે દિવસ બાદ ભાડાના મકાનની શોધમાં !
જો આપણા સુખ આવા બિનભરોસાદાર પુણ્ય ઉપર જ ટકતાં હોય તો એવા સુખના તકલાદીપણાને આપણે પળેપળ નજરમાં રાખવું જ રહ્યું. આ વિચાર પુણ્યજનિત ભોગસુખમાં આપણને આસક્ત નહિ થવા દે. પછી ઈર્ષ્યા, અતૃપ્તિની અશાંતિ નહિ જન્મે.
પરાણે પુણ્ય! મજેથી પાપ!
પુણ્ય કરવાની અઢળક તક આવતી જ રહે છે પણ એકે ય તક ઝડપવાની હોંશે હોંશે ઈચ્છા થતી નથી.
અને પાપની તકો ?
કદાચ એકે ય ખાલી નહી જતી હોય! તે ય ખૂબ મજાથી ઝડપાતી હશે.
વકરેલી ભોગદશાનું જ આ પરિણામ છે. જો માણસ પુણ્ય પરાણે ક૨શે તો
તેનો સાચો લાભ તે નહિ પામી શકે. અને ઊલટ પક્ષે પાપો મજેથી કરશે તો એના દુઃખો રાડ પડાવી દઈને ય છૂટે નહિ તેવા હશે.
જો પરાણે પુણ્ય કરવાને બદલે મજેથી પુણ્ય થાય અને મજેથી પાપ કરવાને બદલે પરાણે પરાણે પાપો કરવા પડે તો મને લાગે છે કે ઘણા મોટા સંસારનો અંત આવી જાય.