________________
૫૬
નહિ ઐસો જનમ બાર-બાર
હવે મનના ચોખ્ખા માણસની વાત કરીએ. એને બેવડો લાભ મળે.
જે કાંઈ ધર્મ કરે એનું બાહ્ય સુખ ‘મજા’ (શાંતિ) સાથે મળે. અને દિલના દૂઝતા જખમો સાથે જે પાપો નછૂટકે કરવા પડે એની સજાઓમાંથી સાવ મુક્તિ મળી જાય અથવા તો સજા માલ-વિનાની સાદી-બની જાય.
અનુબંધના તત્ત્વજ્ઞાન ઉપ૨ જે આત્માઓ વધુ ચિંતન ક૨શે એમને આ વાત સારી રીતે સમજાતી જશે. એથી જ મન ઉપર બહુ સારી પક્કડ આવી જશે.
મોક્ષભાવ પામવા સિવાયનો કોઈ પણ ધર્મ એમના જીવનમાં શોધ્યો નહિ
જડે.
બળતાં હૈયા વિનાનું કોઈ પણ પાપ ક્યાંય જન્મ નહિ પામે. સત્વર દેશવટો દેજો; મનના મેલાંઓને.
મનની તરંગી કલ્પનાએ ઘણાના જીવનનું નિકંદન કાઢી નાખ્યું
સાધુજીવનમાં બાહ્ય તપ, ત્યાગ વગેરે બધુંય થઈ શકે, કેમકે એ બધું ય સરળ છે.હા માસક્ષમણને પારણે માસક્ષમણ પણ સહેલું છે. પરંતુ મનઘડંત તુક્કાઓનો સંપૂર્ણ નાશ ખૂબ જ કઠિન સાધના છે. અનાદિકાલીન તુચ્છ સંસ્કારોની પરવશતા સહજમાં આવી જતી હોય છે. એવા સમયમાં મન શાસ્ત્રને અને ગુરુને ત્યાગીને ગમે તેમ દોડધામ મચાવી મૂકે છે. આવી સ્થિતિમાં તો અનેક પાપવિચારોના એ પાપી જીવનના યોગ થઈ જતા હોય છે.
વિદ્વાનોને, વક્તાઓને અને પુણ્યવંતાઓને આ કલ્પનાવાદ ખૂબ વધુ પજવતો
હોય છે.
આ જ કારણે દરેકના માથે સદ્ગુરુની જરૂર અનિવાર્ય બની જાય છે. સદ્ગુરુની ભક્તિ એક જ એવુ તત્વ છે કે જે કલ્પનાવાદને જન્મવા જ દેતું નથી અથવા તો આગળ વધવા દેતું નથી.
જે ધર્માત્માના માથે કોઈ એક નિશ્ચિત સદ્ગુરુ નથી; જેણે બધો ધર્મ સ્વીકાર્યો પણ માથે નિશ્ચિત-એક-સદ્ગુરુ ન સ્વીકાર્યા તેના બધા ય ધર્મો એની જ મનઘડંત કલ્પનાઓના પાપે રસાતાળ થઈ ગયા.
બધા વિના ચાલે; સદગુરુ વિના એક પળ પણ ન ચાલે.