________________
૫૪
નહિ એસો જનમ બાર-બાર
સારા નહિ, એવા સુખી માણસની
કિંમત બદામ જેટલી
“ધર્મથી જ સુખ મળે;” ધર્મથી સુખ જ મળે.” આ બેય શાસ્ત્રવચન. આપણે સહુ એને શિર ઝુકાવીએ.
જેટલા વર્તમાનકાળે સુખી માણસો દેખાય છે તે બધાય માજીધર્મી કહેવા જ જોઈએ.
છતાં એક વાત ચોક્કસ છે કે ધર્મથી જે પુણ્યકર્મ બંધાયું; અને એના ઉદયમાં જે આત્મા સુખી થયો એના વખાણ તો ત્યારે જ થાય જો તે સારો' પણ હોય.
આત્માને સુખી દુઃખી બનાવનાર પુણ્યપાપ કર્મનો બંધ છે જ્યારે એને સારો કે ખરાબ બનાવનાર તો આત્મિક અનુબંધ છે. આ અનુબંધ જો સારો હોય તો જ સુખી માણસ સારો પણ બની શકે અને તો જ તેવા સુખી માણસના વખાણ પણ થાય.
કાયિક ધર્મમાત્રથી સુખ મળી જાય તેથી કાંઈ તે સુખીના વખાણ ન થાય. સુખી આત્મા સારો હોવો જ ઘટે. એ જેટલો સારો બની રહે એટલો જગતના જીવોને, ધર્મના સ્થાનોને, ધાર્મિક જનોને સહુને વિપુલ લાભ થાય. ઊલટપણે એ ખરાબ બને તો સર્વત્ર ખરાબી ફેલાવે, અનેકોને બગાડે; ધર્મના સ્થાનોમાં પેસી જઈને ધર્મનો ધ્વંસ કરે, સુખી માત્રથી કોઈ અંજાશો મા! ખૂબ જ ચેતતા રહેજો સુખીઓથી; કેમકે એમાં “સારા” તો કોક જ હોય છે.
કુસંસ્કારોના અનુબંધોને દીવાસળી
ચાંપવા માટે જ માનવજીવન ઉપદેશપદ નામના ગ્રંથમાં આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું છે કે મનુષ્ય જીવનને સાર્થક બનાવવા માટે સૌથી પ્રથમ જો કોઈ કર્તવ્ય હોય તો જન્માંતરોના કુસંસ્કારોના અનુબંધોને ખતમ કરી નાખવાનું
કર્મોના બંધ તો ઉદયકાળ તૂટી જ પડે છે પરંતુ સંસ્કારોને તોડી પાડવાનું લક્ષ્ય જ ન હોય તો એ વધુ જામ થતા જાય છે.
જન્માંતરોના સંસ્કારોની અસરો શું હોય છે એ પ્રશ્ન ઉપર તો હવે અનાત્મવાદી