________________
וד
નહિ ઐસો જનમ બાર-બાર
પહેલવાનને તો મહામાસની હિમવર્ષા ઝીલતી સરિતાના નીર પણ કાંઈ જ ન કરી શકે.
આત્માની પરિણતીનું પણ એક સુબદ્ધ ધોરણ હોય છે. ભૂતકાળના એણે કરેલા ગણિતો ઉપ૨થી જ એની પણ કોઈ પરિણતી બંધાયેલી હોય છે. જો એમાં સંસારસુખનો રાગભાગ જ સુબદ્ધ બનેલો હોય તો એ ગમે તેટલા સારા દાનાદિધર્મો કરે તોય એનો ઝોક તો એ સુખરાગને પુષ્ટ કરવામાં જ પરિણમશે.
૫૨
અને જો એ આત્મા સાચે જ કોઈ મહાનુભાવતાનું વલણ પામ્યો હોય તો એના જીવનમાં નછૂટકે કરવા પડતાં પાપો પણ એના ઉપર કોઈ કાલિમા લગાડી શકતા નથી.
ઉદ્ઘાટનિયા પ્રધાનોના ઉદ્ઘાટન વેળાના ફોટા તમે જોયા તો હશે જ. એ લોકો જ્યારે ચાંપ દબાવે છે ત્યારે ચાંપ તરફ તેમની નજર હોતી નથી પણ દુનિયા તરફ હોય છે. ‘સૌ એમનું મોં જુએ' એ માટે તેઓ ઉત્સુક હોય છે.
મિથ્યાદ્દષ્ટિ આત્માઓના ધર્મો આવા હોય છે.
ખરું મહત્ત્વ ધર્મ કે અધર્મની ક્રિયાનું નથી; મહત્ત્વ તો એ વખતની આત્માની તાસીર, તેના વલણ કે ઝોકનું જ છે.
બંધથી સુખી; અનુબંધે સારો : શાંત
જગતના જીવોના ત્રણ પ્રકાર પડે.
સુખી કે દુ:ખી; સારા કે ખરાબ; એ શાંત કે અશાંત.
કર્મના તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આ પ્રકારોના કારણો તપાસીએ.
કર્મનો જેમ બંધ હોય છે તેમ કર્મનો અનુબંધ પણ હોય છે. મન, વચન કે કાયાના યોગથી કર્મનો બંધ તૈયાર થાય છે; જ્યારે એ યોગ વખતના આત્મગત સંસ્કાર (વલણ, ઝોક)થી કર્મનો અનુબંધ નક્કી થાય છે.
બાંધેલું કર્મ ઉદયમાં આવે છે.
તે વખતે અનુબંધ નવા કર્મબંધન માટેના યોગોનું જનન કરવા માટેના સંસ્કારોને ઉત્તેજિત કરે છે.
આમાં બંધથી આત્મા સુખી બને યા દુઃખી બને છે; જ્યારે અનુબંધથી સારો