________________
નહિ ઐસો જનમ બાર-બાર
નહિ. કેમકે સંસ્કારો જાગ્રત થાય અને ફરી કર્મના બંધ થાય; એ વખતે પડેલા સંસ્કારો વળી જાગ્રત થાય અને વળી કર્મબંધ થાય.... આમ ભવપરંપરા ચાલ્યા જ કરે.
જંબૂકુમારના પૂર્વ ભવોમાં આ સિદ્ધાંતનો સાક્ષાત્કાર કરીએ.
ભવદત્ત મોટાભાઈની શરમથી જ ભવદેવે પત્નીનો સજેલો અધૂરો શણગાર પડતો મૂકીને દીક્ષા લીધી. નાગિલાના જપ સાથે કેટલાય સમય વ્યતીત કર્યો. આથી તીવ્ર ચારિત્ર મોહનીય કર્મનો બંધ પડી ગયો અને મોહના સંસ્કારો ખૂબ જામ થઈ ગયા.
પણ એ ઘટનાનો અંત સુંદર આવ્યો. શરમથી લીધેલી દીક્ષા પણ કામ કરી ગઈ. બાર વર્ષ બાદ નાગિલાનો પ્રેમ મેળવવા મુનિવર ઘર પ્રતિ દોડ્યા પણ મહાશ્રાવિકા નાગીલાએ એમને બોધ આપીને પાછા વાળ્યા. હવે મુનિવર સાચા સંત બન્યા. સંતના એ સાચા જીવનમાં એમણે મોહના સંસ્કારના અનુબંધો તો તોડી નાખ્યા. પણ ચારિત્ર-મોહનીય કર્મનો બંધ અચલ રહ્યો. વળતા ભવમાં જ એણે પોતાનો પરચો દેખાડી દીધો. ભવદત્તનો આત્મા હવે શ્રેષ્ઠીપુત્ર બન્યો હતો. દીક્ષાના તીવ્ર પરિણામ જાગ્યા. પણ માતાપિતાએ રજા ન આપી. બાર વર્ષ લગી છઠ્ઠને પારણે આયંબિલ કર્યા અને મરણને ભેટ્યા. ચારિત્ર ન મળ્યું તે ન જ મળ્યું. ભલે... પણ આ ઘોર તપથી પેલો નિકાચિત કર્મબંધ પણ તૂટી ગયો એટલે જ જંબૂકુમાર તરીકેના ત્રીજા ભવમાં વિશ્વની અજાયબી સમું જીવન જીવી ગયા. લગ્ન કરીને પહેલી જ રાતે આઠેય રૂપરમણીઓને વિરાગી બનાવી. ૫૦૦ ચોરોને ય વિરક્ત કર્યા. વળતે દિવસે અબજોપતિનો એ લાલ પ૨૭ આત્માઓની સાથે સંયમના કઠોર પંથે ચાલી નીકળ્યો.
અનુબંધ એટલે ઝોકઃ
તાસીર : પરિણતી દહીં ગમે તેટલું પુષ્ટિકર ગણાતું તો પણ જેના શરીરની તાસીર જ શરદીની છે તેના માટે તો તે દહીં જ વિષ બની જાય છે.
પીળો રંગ ગમે તેટલો ચળકાટ મારતો હોય પણ જેને એ રંગની જ “એલર્જી' છે તેનાં માટે તો ત્રાસરૂપ જ છે.
સારામાં સારી વસ્તુ પણ તાસીર વિરોધના કારણે નકામી બની જાય. આમ ખરાબ વસ્તુ પણ તાસીરના કારણે દોષરહિત બની જાય.