________________
નહિ એસો જનમ બાર-બાર
પકડતી દેખાય તેણે સમજી લેવું રહ્યું કે પૂર્વે જે ધર્મ કર્યો હતો તેમાં આશયશુદ્ધિ રહી ન હતી.
ધર્મ કાં તો મોક્ષ પામવાના આશયવાળો હોય અથવા તો નિઃસ્વાર્થભાવનોપરાર્થપ્રેરિત-હોય. આને જ શુદ્ધધર્મ કહેવાય. આવા ધર્મજનિત પુણ્યના ઉદયકાળમાં સુખોને લાત મારવાની પ્રચંડ તાકાતનો જન્મ થાય છે.
વર્તમાન જગતના ઘણાખરા પુણ્યવાનોની માનસિક દશા જોતાં એમ અનુમાન કરી શકાય કે આ પુણ્ય પાપાનુબંધી હોવા જોઈએ. - પાપ કરાવતા પુણ્યના ઉદય કરતા તો ધર્મ કરાવતા પાપ કર્મના ઉદય સારા. ભલે ત્યાં ઝૂંપડા મળે, ગરીબી મળે, જગતના લોકોની નફરત પણ મળે. પરંતુ એ તો બધી નાચીઝ બાબતો છે. આ બધાયની સાથે જો પરમાત્માનું નામસ્મરણ મળતું હોય, દયાર્દ હૈયું મળતું હોય, પવિત્ર જીવન મળતું હોય તો એના જેવી મોટી મૂડી કઈ છે? આના જેવું બીજું જમાપાસું કયું છે?
પાપાનુબંધી પુણ્યના ઉદયો તો વૈભવી જીવનોના સિંહાસને બેસાડે અને પછી અનેક પાપો કરાવીને અસંખ્ય કે અનંતકાળ માટે દુઃખની અગનખાઈઓમાં ઝીંકી
પેલા ગુરુ-ચેલાની વાત યાદ આવે છે. નાનકડા ઊગી ગયેલા છોડના મૂળિયા સાથે પગ લાગતાં ગુરુજીને લોહી નીકળ્યું. ચેલો તો ઊકળી પડ્યો અને એ મૂળને ઉખેડી નાંખવા તૈયાર થયો. પણ ગુરુએ અટકાવીને કહ્યું, “જાય તારા હાથમાં ન લે.” કુદરત જ એનો ન્યાય દેશે. તુ કોણ ન્યાય દેનારો?” એ છોડ વધતો ચાલ્યો. શિષ્યની સમસ્યા વધતી ચાલી. પણ એક દિવસ ભયંકર નદીપૂર આવ્યું. પેલો છોડ જડમૂળથી ઉખડી ગયો. ગુરુ-ચેલો એક દી ત્યાંથી પસાર થયા. છોડ ન દેખાતા ગુરુએ ચેલાને કહ્યું, “જો કુદરતે એને જડમૂળથી ઉખેડીને ન્યાય કર્યો.... તું આવો ન્યાય કરી શકત ખરો?” ચેલો ગુરુજીના ચરણોમાં નમી પડયો. તેણે માફી માગી.
જંબૂ કુમારના ત્રણ ભવોમાં
બંધ અને અનુબંધ કર્મો બંધ સર્જે છે અને સંસ્કારો અનુબંધ જન્માવે છે. સામાન્યતઃ નિકાચિત કર્મબંધ ભોગવ્યા વિના તૂટતા નથી. જ્યારે નિકાચિત કર્મબંધનાય અનુબંધ તોડી નાખવાનું શક્ય છે. જો એ ય અશક્ય હોત તો કોઈ પણ આત્માનો મોક્ષ થાત જ