________________
નહિ ઐસો જનમ બાર-બાર
૪૯
હવે જાગીએ. અનુબંધો તોડી નાખીએ. અંતભવોના અનંત પરિભ્રમણમાં કોણ જાણે કેટકેટલા પાપાનુબંધો તૈયાર કર્યા હશે? છતાં હતાશ થવાની જરૂર નથી. ઝે૨નાં તળાવો કરતાં કરતાં અમૃતનું એક પણ ટીપું સદેવ બળવાન છે. આપણને જિનશાસન મળ્યું છે, હતાશ થવું જ શા માટે?
સંસારની પરંપરા ચલાવનારા અનુબંધો
શુભ કે અશુભકર્મનો બંધ પડે એ કોઈ બહુ મહત્ત્વની બાબત નથી, કેમકે એ કર્મબંધ તો ઉદયમાં આવીને, શુભાશુભ ફળ દેખાડી દઈને આત્મા ઉપરથી વિદાય પામી જાય છે. જો કર્મની રમત આટલામાં જ પૂરી થઈ જતી હોત તો આપણા મોક્ષપદને ઝાઝું છેટું રહ્યું ન હોત પણ વસ્તુસ્થિતિ તેવી નથી તેમાં કારણ અનુબંધ છે.
કર્મનો બંધ થતાં જે ‘ભાવ’ હોય છે તે ભાવ જ અનુબંધની પરંપરા ચલાવે છે. કર્મોના ઉદયકાળ વખતે શુભાશુભ ભાવો ઉત્પન્ન કરાવી દઈને નવા કર્મોના બંધ તૈયાર કરી દેવાનું કાર્ય એ અનુબંધનું છે. દા.ત. કોઈને દુઃખ દેતાં એક એવું કર્મ બંધાયું કે જેના ઉદયકાળમાં કેન્સરની જીવલેણ ગાંઠ ગળે નીકળી. દસ વર્ષ સુધી ભયંકર બીમારી ભોગવી આટલું દુઃખ ભોગવતા પેલું કર્મ તો ખતમ થઈ ગયું પણ
આ કાળઝાળ દુ:ખમાં ભયાનક અસમાધિ થઈ; હાયવોય અને ચીસાચીસ કરી; ભગવાનનું નામ લેવાની પણ તૈયાર ન રહી.... એ બધી સ્થિતિએ નવા ચીકણા કર્મોના ફરી બધ પાડી દીધા. આમ નવો સંસાર ઊભો થઈ ગયો. આવી સંસારની પરંપરા ચલાવનારા આત્માના ભાવો ઉપર નભતા શુભાશુભ અનુબંધો છે. આથી જ બંધ કરતાં અનુબંધ વધુ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું તત્વ છે. સારો અનુબંધ એક વાર પડે તો કદાચ વારંવાર સારા જ પડયા કરે. આવું જ ખરાબ અનુબંધમાં સમજી લેવું.
પાપાનુબંધી પુણ્ય
મોક્ષ પામવાના વિશુદ્ધ આશય વિના કરાતા ધર્મો પુણ્ય તો ઉત્પન્ન કરી આપે. પરંતુ એ પુણ્યના ઉદયકાળમાં ભયાનક પાપો ક૨વાની બુદ્ધિ અવશ્ય જાગવાથી એ પુણ્યને પાપાનુબંધી કહેવાય છે. પુણ્યના ઉદયકાળમાં જેને જેને પાપવૃત્તિઓ જો૨