________________
નહિ ઐસો જનમ બાર-બાર
આપી. એ આર્યનારીએ એમને સાધુતાની દેન કરી. જીવનનું ચક્ર સવળી ગતિએ પ્રચંડ વેગથી ઘૂમવા લાગ્યું. - પાપકર્મ તો નિકાચિત બનાવ્યું હતું એટલે હવે એમાં તો લેશ પણ ફેરફાર થાય તેમ ન હતો પણ પેલો અનુબંધ એમણે તોડી નાખ્યો; જીવન પૂર્ણ થયું.
બીજા જીવનમાં સાધુ થવાની ભાવના જાગી. આગ બનીને અંતરમાં પ્રજવળી ઊઠી. પેલો અશુભ અનુબંધ મરી પરવારેલો માટે હવે બીજી અશુભ ભાવનાઓનો તો પ્રવેશ મળે તેમ ન હતું. પણ અફસોસ! પેલા ચારિત્ર્ય મોહનીયના નિકાચિત કર્મે એમને સંયમપંથે ન જવા દીધા! માતાપિતાને આડા ઊભા રાખી દીધા!
ઘોર તપ તપ્યા. તો ય એ કર્મ ન જ તૂટયું. એ જીવન એ જ સ્થિતિમાં પૂર્ણ થયું. પાણી વિના તરફડિયા મારતી માછલી જાણે મૃત્યુ પામી.
પણ હવે માર્ગ ચોખ્ખો થઈ ગયો. અનુબંધો તો તૂટી જ ગયા હતા. હવે સાધુજીવનનો અંતરાય ભોગવીને બંધ પણ તોડી નાખ્યો.
ત્રીજો ભવ આવી ગયો. જંબૂકુમાર બન્યા. લગ્ન થયું. રાત પડી. વિરાગની વાતો ચાલી. સવાર પડ્યું. પ૨૭ આત્માઓએ એકીસાથે દીક્ષા લીધી. સહુએ સાધુજીવનને પાર ઉતાર્યું. મુક્તિના પરમધામના બારણે જંબૂકુમારે ટકોરા માર્યા. કેવી કમાલ છે – બંધ : અનુબંધનું તત્ત્વજ્ઞાન!
પાપનો અનુબંધ તોડો.... પછી ભલેને
કેન્સરની ગાંઠ નીકળે? જો નિકાચિત કર્મો બાંધ્યા પછી તેના અનુબંધો તો તૂટી જ શકે છે તો શા માટે એ અનુબંધ તોડી ન નાખવા? - પાપકર્મ નિકાચિત બન્યું હોય તો ઉદયમાં આવીને દુઃખ આપ્યા વિના એ રહેશે જ નહિ પણ એ દુઃખને જેન કદી રડે ખરો?
જૈનની ચિંતા તો એટલી જ હોય કે દુઃખમાં હાયવોયની અસમાધિ ન થઈ જવી જોઈએ. દીનતા ન આવવી જોઈએ.
આ સ્થિતિ પેદા કરવા માટે દીનતા પેદા કરનારા પાપના અનુબંધો તોડી નાખવા જોઈએ. સુખની સારી સ્થિતિમાં જ એ અનુબંધો તોડી શકાય. કેવો ગજબનાક ઉપકાર કર્યો છે શાસનપતિ તીર્થંકર પરમાત્માઓએ; શુભાશુભ અનુબંધો તોડવાજોડવાની રીત બતાવી દઈને !