________________
નહિ એસો જનમ બાર-બાર
છૂટકો થાય.
પણ આવી જ સ્થિતિ જો અનુબંધની પણ હોત તો કોઈના ય સંસારનો કદાપિ અંત આવત જ નહિ.
દેવાધિદેવ ભગવાન મહાવીરની જ વાત લો.
ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાનો ધગધગતો રસ રેડાવ્યો તે વખતે ભાવ ભયાનક હતો, તે ક્રિયા પણ અતિ ક્રૂર હતી માટે. પાપના અનુબંધ સાથે નિકાચિત પાપકર્મ બાંધ્યું.
આ નિકાચિત કર્મ ઘોર તપ દ્વારા પણ ન જ તૂટયું અને અંતિમ ભવે એનો ઉદય થયો અને કાનમાં ખીલા ઠોકાઈ ગયા. એ વખતે પેલો પાપનો અનુબંધ પણ જો જીવતો રહ્યો હોત તો કારમી અસમાધિ ઉત્પન્ન કરી દેત. એમ થતાં પરમાત્મા વળી કદાચ ક્રોધાદિના આવેશમાં આવીને નિકાચિત કર્મ બાંધી દેત. વળી સંસાર લાંબો થાત.
પણ એવું કશું ય ન બન્યું, કેમકે એ પાપનો અનુબંધ પૂર્વે જ તોડી પાડ્યો હતો. આ ખૂબ જ મહત્ત્વની અનુપ્રેક્ષા છે.
શુભાશુભ નિકાચિત કર્મોના બંધ તો માત્ર શ્રેણિની અવસ્થામાં જ તૂટે તેવા છે પણ અનુબંધ તો એની પૂર્વે પણ તૂટી જઈને શ્રેણીની ધ્યાનસ્થ દશા પામવાની ભૂમિકા તૈયાર કરી આપે છે. જો ત્યાં અનુબંધ તૂટતા જ ન હોત તો? એ ભૂમિકા જ ન બનત તો? શ્રેણી જ કોણ માંડત? મોક્ષે જ કોણ જાત ?
કોઈના ભવચક્રમાં રમત નીરખો
બંધ : અનુબંધની નાગિલાના કંત ભવદેવ, મોટાભાઈ ભવદત્તની લજ્જાથી મુક્તિપંથના સંત બન્યા. કશી ય લેવાદેવા ન હતી; સાધુજીવન સાથે. બાર બાર વર્ષ સુધી જાપ જપ્યા જ કર્યો; નાગિલાના નામનો.
મનસા, વાચા, કર્મણા નાગિલાનું અનુસંધાન થતું જ રહ્યું. નિકાચિત ચારિત્રમોહનીય કર્મ બાંધ્યું. મનના તીવ્રતમ વિકારભાવોએ અનુબંધ પણ પાપનો જ બાંધ્યો.
૧૨ વર્ષના અંતે નાગિલાએ એમના જીવનની અવળી ગતિને સજ્જડ લપડાક
2 /