________________
નહિ ઐસો જનમ બાર-બાર
૪૫
અનુબંધના આ તત્ત્વજ્ઞાનમાં એ સિદ્ધિ આપવાની તાકાત છે. તમે એ તત્ત્વજ્ઞાનને સાંભળ્યું; હવે સમજો અને પછી પચાવો.
પચાવી દઈને જીવનમાં ઓતપ્રોત કરી દો.
અનુબંધ તોડ : જોડ : ની
આરાધના કરો.
ધર્મની ક્રિયા તો ખૂબ કરી, જન્મજન્માંતરોમાં! પણ પાપના અનુબંધ તોડયા નહિ અને પુણ્યના અનુબંધ જોડ્યા નહિ માટે જ સંસારનો હજી પણ અંત આવતો
નથી.
હા... એ ધર્મની ક્રિયાઓમાં પણ અનુબંધ તોડજોડની આરાધનાને ઉત્પન્ન કરી આપવાની અસાધારણ સહાયકતા છે પરંતુ ધર્મની ક્રિયાઓ ત્યારે જ અનુબંધ તોડજોડની આરાધનાને ઉત્પન્ન કરી આપે જ્યારે ધર્મક્રિયા કરનારના અંતરમાં એવી ઈચ્છા તીવ્રતા સાથે રમતી હોય.
દાન દીધું, શીલ પાળ્યું, તપ કર્યો, સાધુવેશ પણ અનેકવાર લીધો પણ ઠેકાણું ન પડયું, કેમકે ક્યારેય પુણ્યનો અનુબંધ જોડયો નહિ-મજબૂત કર્યો નહિ; અને પાપના અનુબંધ તોડયા નહિ – નબળા પાડીને ખતમ કર્યા નહિ.
હા.... ઊલટું જરૂર કર્યું. પુણ્યના નબળા અનુબંધ પણ અંતે તોડી નાખ્યા; અને પાપના અનુબંધોને ખૂબ બળવાન બનાવી દીધા.
આમ કરવાથી લાભ થવાને બદલે પારાવાર નુકસાન થયું. આખો ય સંસાર અનંતકાળ માટે લમણે ઝીંકાતો જ રહ્યો.
આંખ અને પેટના દુઃખનો દર્દી વૈદ્ય પાસેથી બે પડીકી લાવ્યો. બેયનો ઉપયોગ પણ કર્યો છતાં વધુ હેરાન થઈ ગયો. કેમકે સુરમાની પડીકી પેટમાં નાખી અને મરીનો પાવડર આંખે આંજયો! આપણે અનુબંધ તોડ્યા અને જોયા! પણ સાવ ઊલટા?
જો અનુબંધ તૂટે નહિ તો સંસારનો
કદાપિ અંત આવે નહિ બંધ નિકાચિત થઈ જાય એટલે તેનો ઉદયકાળ આવે જ અને તે ભોગવ્યે જ