________________
४४
નહિ એસો જનમ બાર-બાર
રસ નખાવ્યો ત્યારે પાપકર્મનો એવો નિકાચિત બંધ કર્યો કે પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષ સુધી ઉગ્ર તપધર્મની ઘંટી ચલાવી તો ય એ કર્મના દળીઆ પિસાયા નહિ જ અને સત્તાવીસમા અંતિમ ભવમાં કાનમાં ખીલા ઠોકાવવા દ્વારા એ ઉદયમાં આવ્યા.
પણ આશ્ચર્ય કેવું બન્યું કે એ ભયાનક દુઃખમાય પરમાત્માએ સમાધિ જાળવી લીધી! જે અધ્યવસાયથી આ પાપકર્મ નિકાચિત કર્યું હતું એ અધ્યવસાયની તીવ્રતા જોતાં તો એ પાપના જ તીવ્ર અનુબંધનો જનક હતો એમ નિર્વિવાદ કહી શકાય. તો પછી પાપકર્મના ઉદયકાળમાં એ પાપના અનુબંધે પાપો કેમ ન કરાવ્યા? સમાધિ
ક્યાંથી આવી ગઈ? આ જ વાત બતાડે છે કે નિકાચિત બંધ હોય પણ એનો અનુબંધ નિકાચિત ન પણ હોય. એથી જ પચ્ચીસમા ભવની સાધનામાં બધ ભલે ઊભો રહ્યો પણ પાપ કરાવનારો અનુબંધ તૂટી ગયો. એટલે જ પરમાત્મા સમાધિમાં લીન બની
ગયા.
ચાલો; આપણે અનિકાચિત કર્મોના બંધ અને અનુબંધ-બેય તોડી નાખીએ અને નિકાચિતના અનુબંધો તોડી નાખીએ... પછી મોક્ષ જરાય દૂર નહિ હોય.
બંધ અનુબંધના વિચારનો
સારગ્રાહી સંકલ્પ
હવેથી હું જે ધર્મ કરીશ તે હૈયાના ભારે ઉમળકા સાથે, મોક્ષ પામવા માટે જ ધર્મ કરીશ; અને જે પાપો નછૂટકે કરવા પડશે તે બધાય ખૂબ દુભાતા દિલથી જ કરીશ.
ધર્મમાં મન પાછું નહિ પાડું. પાપોમાં મન લાગવા નહિ દઉં. આ છે બંધ અનુબંધના કોડીબંધ પ્રવચનોનો સારગ્રાહી સંકલ્પ. તમે આ સંકલ્પ આજે જ કરી લો. ઉમળકા સાથેનો ધર્મ બંગલા આપે; તો તેની સાથે વૈભવોને લાત મારીને નીકળી જવાની અનાસક્તિની અનુપમ તાકાત પણ આપે છે. પછી બંગલા પણ દુર્ગતિમાં લઈ જઈ શકે તેમ નથી. ખૂબ દુભાતા દિલથી કરાતાં પાપો કદાચ ઝૂંપડા દે તોય એની સાથે જ શુદ્ધિ, મૈત્રી અને ભક્તિના આજ્ઞાશુદ્ધ જીવનની બક્ષીસ પણ દે. પછી એ ઝૂંપડાય મજાના બની રહે છે. | ગમે તે મળો; બંગલા કે ઝૂંપડા; વાંધો જ નથી.. એવો પુકાર તમારા હૈયામાંથી નીકળી પડે એવી સ્થિતિનું જીવન સિદ્ધ કરી લેવું જોઈએ.