________________
નહિ એસો જનમ બાર-બાર
૪૩
એકરસ થઈ જાય છે. લોખંડનો કટકો અને સોયનું દૃષ્ટાંત લઈને આ વાત ક્રમશઃ સમજવા કોશિશ કરીએ.
એક લોખંડના કટકાને એક સોય માત્ર અડીને રહેલી છે, તો બીજા કટકાને એક સોય લગાડીને દોરીથી બાંધી દેવામાં આવી છે; ત્રીજા કટકામાં સોયને હથોડી મારીને જડી દેવામાં આવી છે. ચોથા કટકાને સોયની સાથે અગ્નિ ઉપર ચડાવીને, ઓગાળી દઈને બેયને એકરસ કરી દેવામાં આવેલ છે. ચારેય પ્રકારના આવા કર્મોને સ્કૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહેવામાં આવે છે. નિકાચિત બનેલા કર્મોના બંધને તોડવાનો કોઈ ઉપાય નથી. એ કર્મો તો ઉદયમાં આવે જ અને પોતાનો સારો કે નરસો પરચો દેખાડે જ.
છતાં આવા નિકાચિત કર્મોના અનુબંધ કાયમ નિકાચિત હોતા નથી. નિકાચિત કર્મના ઉદયકાળમાં એનો અનુબંધ પોતાનો પરચો ન પણ બતાવી શકે એવું ય બને.
દેવાધિદેવ પરમાત્મા મહાવીરના આત્માએ શય્યાપાલકના કાનમાં સીસાનો રસ નખાવતા પાપકર્મનો નિકાચિત બંધ કર્યો; અને અનુબંધ પણ પાપનો જ પડયો. છતાં અંતિમભવમાં જ્યારે કાનમાં ખીલા ઠોકાવવાના રૂપમાં તે નકાચિત બંધનો ઉદય થયો ત્યારે તે અસહ્ય સ્થિતિમાં પરમાત્માએ પાપ કર્મનો પુનઃબંધ કર્યો નથી. આજ વાત બતાવે છે કે પાપનો અનુબંધ પૂર્વે તૂટી ગયો હતો.
આપણે અશુભ-અનિકાચિત કર્મોના બંધ અને અનુબંધ તોડી નાખીએ; અને અશુભ-નિકાચિત કર્મોના અનુબંધ જો તોડી જ નાખીએ તો કેવું સુંદર!
નિકાચિતબંધ! તો ય
અનિકાચિત અનુબંધ જે વખતે નિકાચિત કર્મ બંધાય તે વખતે એ વાત સહજ છે કે મનના અધ્યવસાય ખૂબ જોરમાં ઉછાળા મારતા હોય. અધ્યવસાયની તીવ્રતા વિના કર્મનો બંધ નિકાચિત બની શકે જ નહિ.
પરંતુ અધ્યવસાયભાવ ગમે તેટલો તીવ્ર હોય તો ય આત્માના ઝોકથી જે અનુબંધ પડે તે તો અનિકાચિત જ હોય.
આ વસ્તુસ્થિતિ આપણને દેવાધિદેવ પરમાત્મા મહાવીરના જીવન-ચક્રમાં જોવા મળે છે. ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં સીસાનો ધગધગતો