________________
નહિ એસો જનમ બાર-બાર
અસ્તિત્વ ધરાવે છે માટે જ ભવભ્રમણનો અંત અતિદુષ્કર બની રહે છે. આથી જ ઉપદેશપદ ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ માનવજીવનનું સર્વપ્રથમ કર્તવ્ય અશુભ અનુબંધોને તોડી નાખવાનું જ ફરમાવ્યું છે.
જુદાં જુદાં સ્થાને બેઠેલી ચાર માખી
સાકર, મધ, લીંટ અને પથ્થર ઉપર એકેકી માખી બેઠી છે. સાકર ઉપર બેઠેલી માખી બેસે ત્યાં સુધી સાકરની મીઠાશ માણે અને ઠીક પડે ત્યારે ઊડી પણ જાય. બે ય રીતે એને મોજ.
શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું છે કે જે જીવો બંધમાં પુણ્ય અને અનુબંધમાં પણ પુણ્ય કર્મ લઈને આવ્યા હોય છે. તે સાકર ઉપર બેઠેલી માખી જેવા છે. ભોગો ભોગવી પણ શકે ને અનાસક્ત રહી, લાત મારીને સંસાર ત્યાગી પણ શકે.
મધ ઉપર બેઠેલી માખી, ત્યાં બેસે અને મોજ માણે પણ ત્યાં જ ચોંટી જાય. એટલે એ મધપાન ભારે પડી જાય; બિચારી રિબાઈ રિબાઈને મરે. પાપના અનુબંધવાળા અને પુણ્યના બંધવાળા જીવો આવા જ હોય છે.
જ્યારે લીંટ ઉપર બેઠેલી માખીનો તો બે ય રીતે મરો છે. ન સારું ખાઈ શકે; ના ક્યાંય ઊડીને છૂટી શકે. પાપના અનુબંધ અને પાપના બંધવાળા જીવોની આવી જ દશા હોય છે.
પથ્થર ઉપર બેઠેલી માખી ભલે કોઈ રસ ન પામી શકે પણ ઊડી તો શકે જ. પાપકર્મના બંધવાળા અને પુણ્યકર્મના અનુબંધવાળા જીવો આ પ્રકારમાં સમાઈ જાય છે.
ઉપરના ચાર પ્રકારના ક્રમશઃ ચાર દૃષ્ટાંત આપવા હોય તો શાલિભદ્રજી, મમ્મણશેઠ, કાલસૌરિક કસાઈ અને પુણીઆશ્રાવકના દષ્ટાંત આપી શકાય.
ચારે ય શાસનપતિ પરમાત્મા મહાવીરદેવના સમકાલીન આત્માઓ.
નિકાચિતબંધના પણ અનુબંધ
નિકાચિત નહિ
આત્માને કર્મનો ચાર રીતે બંધ થાય છે. કેટલાક કર્મો માત્ર અડી રહે છે, કેટલાક વળી બંધાય છે. કેટલાક આત્મા ઉપર જામ થઈ જાય છે તો કેટલાક સાવ